4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

ADOBE PHOTOSOP

ફોટો શોપમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો બનાવવાના સ્ટેપ

  (1)  સૌ પ્રથમ ફોટોશોપ ખોલો
  (2) Open પર ક્લિક કરી જે ફોટો પ્રિન્ટ કરવો છે તે ખોલો
  (3) ફોટાપર right click કરી Duplicate કરો અને મૂળ ફોટાને બંધ કરી દો
  (4) હવે ફોટાને crope કરો crope કરતાં પહેલા ફોટાની સાઇઝ 1.5In á 2 In á300 Resolusan રાખોં
  (5) હવે ફોટાને crope કરી ડબલ ક્લિક કરો અથવા enter આપો
  (6) હવે ફાઇલ મેનૂ માથી Newà1.5á2 In á 300 Resolusan રાખી ok આપો
  (7) ત્યારબાદ move tool પર ક્લિક કરો ખુલેલા ડાયલોગ બોક્ષ માં ફોટાને ડ્રેગ કરીને મૂકો
  (8) Ctrl + t press કરો ત્યારબાદ shift દબાવી રાખી ફોટાની સાઇઝ ઘટાડો
  (9) ડબલ ક્લિક કરો અથવા enter આપો
  (10)           ત્યારબાદ keyboard ના એરો ની મદદથી ફોટાને વ્યવસ્થિત ગોઠવો 
  (11)            ત્યારબાદ Layer તેમાં layer style તેમાં stork પર ક્લિક કરો
  (12)            ત્યારબાદ edit તેમાં Define pattern પછી નામ આપી ok આપો
  (13)            હવે file મેનુમાથી new જેમાં widh 6 heigh 4 અને Resolusan 300 કરી ok આપો
  (14)            હવે edit મેનુમાથી fill જેમાં સ્ટેપ 12 મુજબ તમે નામ આપી સેવ કરેલી pattern સિલેક્ટ કરી ok આપો એટ્લે ઓટોમેટીક આવી જસે ત્યારબાદ seve કરો

  (15)            Seve કરતાં જે ડાયલોગ બોક્ષ ખૂલે તેમાં Quality 12 રાખી ok આપો
આજે માત્ર એક્જ પેજમા ફોટોશોપમા ઉપયોગી એવા કિ-બોર્ડ ના શોર્ટ કટની માહિતી જોઇએ
આ શોર્ટ કટ ફાઇલ તેમજ એડિટ મેનુના ઉપયોગ માટે છે જુઓ નીચેનુ ચિત્ર

 નમસ્કાર 
     વાચક મિત્રો
આજે આપણે PHOTO Shop ચાલુ કેવી રીતે કરવુ તેમજ તેના  વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ
ફોટો શોપ ચાલુ કરવા માટે ડેસ્કટોપ પર જ્યા ફોટોશોપનુ આઇકોન છે તેના પર ડબલ ક્લિક કરો અથવા રાઇટ ક્લિક કરી ઓપન પર ક્લિક કરો
અથવા સ્ટાર્ટ બટન પર ક્લિક કરો તેમા All Prograe તેમા Adobe photoshop પર ક્લિક કરો
Adobe Photoshop મા કુલ 9 menu છે 
1.file
2.Edit
3.Image
4.Layer
5.Select
6.Filter
7.View
8.Window
9.Help

1.File Menu ની સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Adobe Photoshop  માથી બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર ન.1ફાઇલ મેનુના વિવિધ સબમેનુ ની સમજ 
ફાઇલ મેનુના કુલ 16 સબમેનુ છે
1.New: આ મેનુનો ઉપયોગ નવી ફાઇલ બનાવવા માટે કે નવો ફોટો બનાવવા માટે થાય છે તેની સોર્ટ કટ કી Ctrl+N છે આ મા તમારે જે માપ સાઇઝનો ફોટો બનાવવો છે તે માપ સાઇઝ ઇંચમા કે સેમીમા લખવાની હોય છે . વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

2.Open: આ મેનુનો ઉપયોગ Adobe Photoshop મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ કે ફોટા ને ખોલવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+O છે . જુઓ નીચેનુ ચિત્ર 

3.Browse: આ મેનુ નો ઉપયોગથી સાઇડબારમા બ્રાઉઝ ઓપસન ખોલી સકાય છે જેની મદદથી જે જ્ગ્યાએથી ફોટો ઓપન કરવો છે તેનો યોગ્ય પાથ સિલેક્ટ કરી ઓપન કરી સકાય છે. જેની શોર્ટ કટ કી Shift+Ctrl+O છે. જુઓ નીચેનુ ચિત્ર


4.OpenAS: આ મેનુનો ઉપયોગ Adobe Photoshop મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ કે ફોટા ને અલગ અલગ ફોર્મેટ્સમા ખોલવા માટે થાય છે આ માટે ફોટો જે ફોર્મેટમા ખોલવો છે તે ફોર્મેટ સિલેક્ટ કરો અને ત્યારબાદ ઓપન પર ક્લિક કરો જેની સોર્ટ કટ કી Alt+Ctrl+O છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર  

5.Open Recent: આ મેનુનો ઉપયોગ Adobe Photoshop મા અગાઉ Adobe Photoshop મા બનાવેલી કોઇ તૈયાર ફાઇલ કે ફોટા કે છેલ્લે તૈયાર કરેલ ફૉટાને ડાયરેક્ટ ખોલવા માટે થાય છે.

6.Close: આ મેનુ નો ઉપયોગ Adobe Photo shop ની ખુલેલી ફાઇલ્ બન્ધ કરવા માટે થાય છે આ મેનુ થી માત્ર ફાઇલ બન્ધ થાય છે Adobe Photoshop  નહિ .જેની શોર્ટ કટ કી Ctrl+w છે.

7.Save: આ મેનુનો ઉપયોગ ફાઇલ કે ફોટાને સેવ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+S છે.
 
8.Save As: આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ બીજીવાર બિજા નામથી અને બીજા ફોર્મેટમા સેવ કરવા માટે થાય છે. જેની શોર્ટ કટ કી Shift+Ctrl+S છે. જુઓનીચેનુચિત્ર 
  

9.Save As Web Page: આ મેનુનો ઉપયોગ ફાઇલને કે ફોટાને વેબ પેઇઝ તરીકે સેવ કરવા માટે થાય છે . જેની શોર્ટ કટ કી Alt+Shift+Ctrl+S છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

10.Revert: આ ઓપશન દ્વારા બનાવેલી ફાઇલ કે ફોટાને પર આપણે પ્લેસ ઓપસનથી જે ફાઇલ કે ફોટો મુકેલ છે તેને રિવેર્ટ કરી (દુર કરી ) સકાય છે.

11.Place: આ ઓપશન દ્વારા કોઇ પણ બનાવેલી ફાઇલ કે ફોટા પર .ASI.ESP.PDF.PDP ના ફોર્મેટમાથી કોઇ પણ ફાઇલ લખાણ કે ફોટા સ્વરૂપે પ્લેસ કરી સકાય છે આ ફાઇલ કે ફોટાને નાનો મોટો આડો ઉભો કે ત્રાંસો પણ કરી સકાય છે. ફૉટો પ્લેસ કરવા યોગ્ય રીતે ગોઠવી ઉપર ટાસ્કબારમા જ્યા ખરાની નીચાની હસે તેના પર ક્લિક કરવુ આ પ્લેસ દુર કરવા રિવેર્ટ ઓપસનનો ઉપયોગ કરવો.
 
12.Import : આ ઓપશનની મદદથી અન્ય ફોર્મેટની ફાઇલ જેમકે PDF,Word ,Asp  કે સ્કેન કરેલ ડોક્યુમેંટ કે અન્ય ફોર્મેટના ડોક્યુમેંટને ફોટા સ્વરૂપે ઇમ્પોર્ટ કરી સકાય છે. 

13.Export: આ મેનુ દ્વારા ફાઇલ કે બનાવેલ ફોટાને .ai ફોર્મેટમા એક્ષપોર્ટ કરી શકાય છે.

14.Workgroup: આ મેનુ દ્વારા એક વર્ક ગ્રુપ બનાવી સકાય છે બનાવેલ ગ્રુપને ઓપન કરી સકાય છે તેમજ તેને સેવ વેરીફાઇ અને લોગ ઓફ પણ કરી સકાય છે.

15.Automate: આ મેનુ દ્વારા bech બનાવી સકાય છે ડ્રોપ્લેટ બનાવી સકાય છે ફોટો ફીટ તેમજ ફોટાના કંડીસનલ મોડ્મા ફેરફાર કરી સકાય છે ફોટાને PDF to PSD મા ફેરવી સકાય છે તેમજ વેબ ગેલેરી જોઇ સકાય છે.

16.File Info: આ મેનુ દ્વારા ફાઇલ કે બનાવેલ ફોટાની વિવિધ ઇંફોર્મેશન જોઇ શકાય છે.

17.Page Setup: આ મેનુ નો ઉપયોગ પેજ સેટ કરવા માટે થાય છે આ મેનુના ઉપયોગથી પેજ ની સાઇઝ પેજ આડુ કે ઉભુ તેમજ તેમજ પેઝ માર્જિન  સેટ કરી શકાય છે. જેની શોર્ટ કટ કી Shift+Ctrl+P છે. જુઓ નીચેનુ ચિત્ર   

18.Parint with Preview:
આ મેનુની મદદથી ફાઇલનુ પ્રિંટ પ્રિવ્યુ જોઇ શકાય છે અને પ્રીંટ કાઢી સકાય છે. તેમજ પ્રીવ્યુમા સાઇઝ વધ ઘટ કરી સકાય છે બેક ગ્રાઉંડ કલર તેમજ બોર્ડર સેટ કરી સકાય છે. જેની શોર્ટ કટ કી Ctrl+P છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

19.Print આ મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Alt+Ctrl+P છે.

20.Print One Copy: આ મેનુનો ઉપયોગ ફાઇલ કે ફોટાની માત્ર એક કોપી પ્રિંટ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Alt+Shift+Ctrl+P છે.

21.Jump To: આ મેનુનો ઉપયોગ એક ફાઇલ પરથી બીજી ફાઇલ કે એપલીકેશન પર જવા માટે થાય છે.

22.Exit: આ મેનુનો ઉપયોગ Adobe Photoshop માથી બહાર નીકળવા માટે થાય છે જો તમે ફાઇલ સેવ નહિ કરી હોય તો અહિ ફાઇલ સેવ કરવાનુ પુચ્છે.


(2) Edite Menu 

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપમા ફાઇલ મેનુની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

 આજે આપણે Adobe Photoshop નુ બિજા નમ્બર નુ મેનુ એટલે Edit menu ની સમજ મેળવીસુ
Edit menu ની મદદથી Adobe Photoshopમા Editing  એટલે કે સુધારા વધારા કરી શકાય છે .


Edit menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
Edit Menuના કુલ 23 સબમેનુ છે જેની સમજ નીચે મુજબ છે.

1.Undoજેની મદદથી છેલ્લે કરેલ અસર નાબુદ કરી શકાય છે લખતા લખતા કોઇ ભુલ થઇ હોય કે ફોટો એડીટ કરતા કોઇ ભુલ થઇ હોય તો છેલ્લેથી એક પછી એક Undo થી નાબુદ કરી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+Z છે2.Step Forword: આની મદદથી છેલ્લે કરેલા Undo ની અસર એક પછી એક સ્ટેપ ફોરવર્ડ કરી સકાય છે જેની શોર્ટ કટ કી Shift+ctrl+Z છે.

3.Step Backword: આની મદદથી છેલ્લે કરેલા Undo ની અસર એક પછી એક સ્ટેપ બેકવર્ડ  કરી સકાય છે એટલે કે એક પછી એક સ્ટેપ પાછળ જઇ સકાય છે. જેની શોર્ટ કટ કી Alt+ctrl+Z છે.

4.Fade: એડિટ મેનુના આ ઓપસનની મદદથી Fade Heding Brush ટૂલને ચાલુ કરી સકાય છે. જેની શોર્ટ કટ કી Shift+Ctrl+F  છે.


5.Cut: Cut menu ની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કે ફોટો કટ કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ ખસેડી શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+X છે .

6.Copy :  આ મેનુની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કે ફોટો કોપી કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી કોપી કરી બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+C છે

7.Copy merged :  આ મેનુની મદદથી એક્થી વધુ વખત ફોટો કોપી કરી શકાય છે અને આ કરેલ કોપી ને merge એટલે કે ભેગી કરીને બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે જેની સોર્ટ કટ કી Shift+Ctral+C છે.

8.Paste  આ મેનુની મદદથી કટ કરેલ લખાણ ફોટો  કે કોપી કરેલ લખાણ કે ફોટો  ને પેસ્ટ કરી સકાય છે એટલે કે કટ કે કોપી કરેલ લખાણ કે ફોટો બિજી જ્ગ્યાએ ખસેડી શકાય છે . જેની સોર્ટ કટ કી Ctrl+V છે.

9.Paste Into:  મેનુની મદદથી પેસ્ટ મેનુની જેમજ પેસ્ટ કરી શકાય છે પરંતુ આ ઓપસન થી પેસ્ટ આપણી મનપસંદ જ્ગ્યાએ કે સિલેક્ટ કરેલી જ્ગ્યા પર પેસ્ટ કરી સકાય છે. તેની શોર્ટ કટ કી Shift+Ctrl+V  છે.

10.Clear:  આ મેનુની મદદથી કોપી કે કોપી મર્ઝ  અને ફોર્મેટીંગ ક્લીયર કરી શકાય છે એટલે કે કોપી કે કોપી મર્ઝ તેમજ ફોર્મેટીંગ માટે આપેલી અસર કે કમાંડ દુર કરી સકાય છે.

11.Check Spelling :આ મેનુ પર ક્લિક કરવાથી લખેલ લખાણમા રહેલ સ્પેલિંગ ભુલ ચેક કરી સકાય છે તેમજ સ્પેલિંગ ભુલ સુધારી સકાય છે.

12.Find and Replace Text: આ મેનુની મદદથી લખાણ કે ટેક્ષ્ટ માથી કોઇ શબ્દ વાક્ય કે અમુક લખાણ શોધી શકાય છે અને તે સબ્દ કે લખાણ ની જ્ગ્યાએ બીજુ લખાણ કે વાક્ય રિપ્લેસ કરી સકાય છે આ માટે તમારે જે લખાણ કે વાક્ય શોધવુ છે તે Find What ના ખાનામા લખો અને તેની જ્ગ્યાએ જે લખાણ લખવુ હોય તે Change To ના ખાનામા લખો અને find next કે Replace All પર ક્લિક કરો. જુઓ નીચેનુ ચિત્ર 

13.Fill:  આ મેનુની મદદથી ઓટોફીલ માટે વિવિધ તૈયાર પેટર્ન સિલેક્ટ કરી સકાય છે તેમજ જો આપની પાસે અગાઉ બનાવેલ કોઇ ફોટો હોય અને તેને આપ ઓટોફીલ કરવા માંગતા હોવ તો કસ્ટમ પેટર્ન ઓપ્સનની મદદથી તેને સિલેક્ટ કરી ફીલ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

14.Stroke:  આ મેનુની મદદથી જે તે ફોટા ફરતે કે સિલેક્ટ કરેલ સિલેક્સન ફરતે વચ્ચે કે એક સાઇડ ફરતી વિવિધ કલરની બોર્ડર સેટ કરી સકાય છે આ માટે જેટલી જ્ગ્યામા આપ બોર્ડર મુકવા ઇચ્છો છો તેટલી જ્ગ્યા સિલેક્ટ કરવી જરૂરી છે. જુઓ નીચેનુ ચિત્ર

15.Free Transform:  આ મેનુનો ઉપયોગ તૈયાર કરેલ ફોટાને યોગ્ય રીતે ગોઠવવા માટે થાય છે. આ મેનુ પર ક્લિક કરી કી-બોર્ડના એરોની મદદથી ફોટાને વ્યવસ્થિત ગોઠવો અને ત્યારબાદ એંટર આપો કે ડબલ ક્લિક કરો . જેની શોર્ટ કટ કી Ctrl+T છે.

16.Transform: આ મેનુની મદદથી અને તેના વિવિધ સબમેનુની મદદથી ફોટાને Angle,Scale,Rotate,Skew ,Distrot તેમજ રોટેટ લેફ્ટ રાઇટ તેમજ 90 ,180 તેમજ આડો અને ઉભો ફેરવી સકાય છે.

17.Define Brush: આ મેનુની મદદથી તૈયાર કરેલ ફોટાને કે બનાવેલ ફોટાને Define Brush તરીકે ઉપયોગ કરી સકાય છે આ માટે આ મેનુ પર ક્લિક કરી ખુલતા ડાયલોગ બોક્ષમા યોગ્ય નામ આપી અને ઓકે પર ક્લિક કરવુ. જેથી બનાવેલ કે તૈયાર કરેલ ફોટો ડિફાઇન બ્રશ તરીકે સેવ થઇ જસે અને ડિફાઇન બ્રશ તરીકે ઉપયોગમા લઇ સકાસે.

18.Define Pattern: આ મેનુની મદદથી તૈયાર કરેલ ફોટાને કે બનાવેલ ફોટાને Define Pattern તરીકે ઉપયોગ કરી સકાય છે આ માટે આ મેનુ પર ક્લિક કરી ખુલતા ડાયલોગ બોક્ષમા યોગ્ય નામ આપી અને ઓકે પર ક્લિક કરવુ. જેથી બનાવેલ કે તૈયાર કરેલ ફોટો ડિફાઇન પેટર્ન તરીકે સેવ થઇ જસે અને જરૂર પડે ત્યારે ઓટોફિલ મા કસ્ટમ પેટર્ન માથી આ પેટર્ન સિલેક્ટ કરીને ઉપયોગ કરી સકાસે.

19.Define Custom Shape: આ મેનુની મદદથી તૈયાર કરેલ ફોટાને કે બનાવેલ ફોટાને Define Custom shepe એટલે કે આકાર  તરીકે ઉપયોગ કરી સકાય છે આ માટે આ મેનુ પર ક્લિક કરી ખુલતા ડાયલોગ બોક્ષમા યોગ્ય નામ આપી અને ઓકે પર ક્લિક કરવુ. જેથી બનાવેલ કે તૈયાર કરેલ ફોટો Shape તરીકે સેવ થઇ જસે અને Custom Shape તરીકે ઉપયોગમા લઇ સકાસે.

20.Purge: 
આ મેનુની મદદથી છેલ્લે કરેલ Undo, Clipbord ,History અને All જેવા સબમેનુ ની મદદથી છેલ્લી અસર કોપી કરેલ ક્લિપ બોર્ડ તેમજ હિસ્ટોરી અને ઉપરોક્ત તમામ માહિતી ઉપલબ્ધ હસે તો બતાવસે અથવા જોઇ સકાસે.

21.Color Settings: આ મેનુની મદદથી વિવિધ કલર સેટ કરી સકાય છે જેમા RGB કલર CMYK ,Gray વગેરે કેટલા પ્રમાણમા રાખવા છે તે સેટ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

22.Preset Manager: આ મેનુની મદદથી વિવિધ તૈયાર બ્રશ ,સ્ટાઇલ,પેટર્ન આકાર વગેરે જોઇ સકાય છે તેમજ તેને Load કરી સકાય છે તથા વિવિધ સ્ટાઇલ અને સાઇઝ મુજબ તેનો ઉપયોગ કરી સકાય છે . જુઓ નીચેનુ ચિત્ર

23.Preferences: આ મેનુની મદદથી વિવિધ પ્રફેરંસ જોઇ સકાય છે અને તેનો ઉપયોગ કરી સકાય છે તેમજ તેની સાઇઝ આકાર રંગ વગેરેમા ફેરફાર કરી સકાય છે આ મેનુના સબમેનુ નો ઉપયોગ કરી જનરલ માહિતીમા ફેરફાર ફાઇલના હેડીંગ ,ડિસ્પલે થતા કર્ઝર યુનિટ્સ રૂલસ તેમજ અન્ય માહિતી અને ઇમેજ મેમોરી અને કેપેસીટી જોઇ સકાય છે.

અહિ Adobe Photoshop નુ Edit મેનુ પુરુ થાય છે આશા છે કે Adobe Photoshop નુ Edit મેનુઆપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે આમછતા કોઇ પ્રશ્ન હોય તો જણાવવા વિનંતી

આભાર

No comments:

Post a Comment