4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Jun 18, 2018

varshik aayojan std 6to8

નમસ્કાર     વાચક મિત્રો શિક્ષકમિત્રોને ઉપયોગી એવુ વાર્ષિક આયોજન અહિ PDF  સ્વરૂપે મુકેલ છે આ આયોજનમા માસવાર અભ્યાસ ક્રમ ની ફાળવણી કરવામા આવેલ્છે તથા સત્ર વાઇઝ અલગ અલગ બે ફાઇલ્ મા બનાવેલ છે આ આયોજન ધોરણ 6થી8 માટે ના 


સામાજિક વિજ્ઞાન ,

ગણિત અને વિજ્ઞાન આ ત્રણ વિષયનુ છે જેમા ગણિત અને વિજ્ઞાન મા આ વર્ષથી  બદલાયેલ પાઠયપુસ્તક મુજબ આયોજન બનાવેલ છે 


પ્રથમ સત્ર માટે અહિ ક્લિક કરો


દ્વિતિય સત્ર માટે અહિ ક્લિક કરો 

Jun 3, 2018

Photo shop Tool bar

નમસ્કાર 
    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા મેનુની સમજ અંતર્ગત IMAGE મેનુની સમજ મેળવી આ પોસ્ટ વાંચવા માટે અહિ ક્લિક કરો 

આજે આપણે ફોટો શોપમા ખુબજ ઉપયોગી એવા ટૂલ બારની માહિતી મેળવિએ 
ફોટો શોપમા મોટા ભાગનુ કાર્ય ટૂલ બારની મદદથી થાય છે આ ટૂલ બારના નાના ફોટા આપની સમક્ષ મુકી સકાય તેમ ન હોવાથી તમામ ટૂલના નામ એક ફોટામા આપવાનો પ્રયત્ન કરેલ છે તથા ટુલના ઉપયોગની માહિતી ટૂલના નામ મુજબ આપવામા આવી છે 
ટૂલની માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

         હવે આ ટૂલના ઉપયોગ સુ થાય તેની માહિતી જોઇએ આ ટૂલમા ઘણા ટૂલ એવા છે કે જે એક ટૂલમા સમાયેલા છે જે બહાર દેખાતા નથી પણ જે ટૂલની નીચે કાળા કલરના ત્રીકોણ જેવા સિમ્બોલ છે તેમા બીજા ટૂલ સમાયેલ છે આ માટે જે તે ટૂલ પર રાઇટ ક્લિક કરતા બીજા વધારાના છુપાયેલા ટૂલ જોઇ સકાય છે અને તેના પર ક્લિક કરી તેને ઉપયોગમા લઇ સકાય છે. 
(1) Rectangular marquee Tool : આ ટૂલની મદદથી ફોટાનો કોઇ પણ ભાગ ચોરસ કે લંબ ચોરસ મુજબ સિલેક્ટ કરી સકાય છે આ ટૂલ પર રાઇટ ક્લિક કરી વર્તુળ, ઉભી બોર્ડર  અને આડી બોર્ડર પણ સિલેકટ કરી સકાય છે.

(2) Moov Tool : આ ટૂલની મદદથી સિલેક્ટ કરેલ ફોટાને કે કોપી કરેલ ફોટાને એક જ્ગ્યાએથી બીજી જ્ગ્યાએ ખસેડી સકાય છે. 

(3) Lasso Tool : આ ટૂલની મદદથી કોઇ પણ ફોટાને માઉસથી આપણી મરજી મુજબ સિલેક્ટ કરી સકાય છે . આ ટૂલમા જ્યાથી સિલેક્શન ચાલુ થયેલ હોય ત્યા પાછા પહોચતા ફોટો કે ફોટાનો ભાગ સિલેક્ટ થઇ જસે 

(4) Magic Wand Tool: આ ટૂલની મદદથી ફોટામા જેટલી જ્ગ્યાએ એક સરખો કલર છે તે તમામ સિલેક્ટ કરી સકાય છે. સિલેક્શન દુર કરવા માઉસથી ડબલ ક્લિક કરવી 

(5) Crop Tool : આ ટૂલની મદદથી કોઇ પણ ફોટાને કે ફોટાના અમુક ભાગને ક્રોપ કરી સકાય છે. 

(6) Slice Tool: આ ટૂલની મદદથી ફોટાના અલગ અલગ ભાગ કરવા માટે થાય છે અને સામાન્ય રીતે વેબ પેઝ બનાવવા આ ટૂલ નો વધુ ઉપયોગ થાય છે . 

(7) Healing Brush Tool : આ ટૂલનો ઉપયોગ ફોટામાથી કોઇ પણ જ્ગ્યાએથી કલર લેવા માટે થાય છે કલર લેવા જ્યાથી કલર લેવાનો હોય ત્યા માઉસ કર્સર રાખી કી-બોર્ડ પરથી Alt કી દબાવી માઉસથી ક્લિક કરવુ 
હિલિંગ બ્રસ પર રાઇટ ક્લિક કરતા પેચ ટૂલ આવસે જેનાથી ફોટાનો કોઇ ભાગ દુર કરી તેની જ્ગ્યાએ ફોટાનો જ કોઇ કલર લાવવાના ઉપયોગ થાય છે . ફોટાનો જે ભાગ દુર કરવો છે તે સિલેક્ટ કરો અને ત્યા જે કલર લાવવો છે તે કલર ફોટામા જ્યા હોય ત્યા આ સિલેક્ટ કરેલ ભાગ માઉસથી પકડી છોડી દ્યો .

(8) Brush Tool : આ ટૂલનો ઉપયોગ કલર લેવા તથા કલર પુરવા માટે થાય છે. કલર લેવા કી-બોર્ડ પરથી Alt કી દબાવી માઉસથી ક્લિક કરવુ  

(9) Clone Stamp Tool: આ ટૂલની મદદથી ફોટામાથી કોઇ પણ ભાગ સિલેક્ટ કરી તેના જેવી જ પ્રતિક્રુતિ બનાવવા માટે થાય છે. આ માટે જ્યાથી પ્રતિક્રુતિ બનાવવી છે તે ભાગ પર માઉસ એરો રાખી કી-બોર્ડ પરથી Alt કી દબાવી માઉસથી ક્લિક કરવુ ત્યારબાદ જ્યા પ્રતિક્રુતિ બનાવવી છે ત્યા ક્લિક્ કરતા જાવ .

        ક્લોન પેટર્ન ટૂલથી પેટર્ન બનાવી સકાય છે. 
(10) History Brush Tool: આ ટૂલની મદદથી ફોટા પર કરેલ તમામ કાર્ય પેઇંટીંગ કલર વગેરે દુર કરી ફોટો જેવો હતો તેવો પાછો મેળવી સકાય છે. 

(11) Eraser Tool: આ ટૂલની મદદથી ફોટાને સાફ કરવા તથા મેજિક વન ટૂલથી સિલેક્ટ કરી બ્રેક ગ્રાઉંડ કલર સાફ કરવા તથા એક્જ પ્રકારનો કલર દુર કરવા માટે ઉપયોગ થાય છે. 

(12) Paint Bucket Tool:આ ટૂલનો ઉપયોગ સિલેક્ટ કરેલ એરિયામા કલર ફિલ કરવા માટે થાય છે 
આ ટૂલમા રહેલ ગ્રૈઇંટ ટૂલની મદદથી ફોટાને અલગ અલગ પ્રકારની ઇફેક્ટ આપવા માટે થાય છે .

(13) Blur Tool:આ ટૂલનો ઉપયોગ ફોટો કે ફોટાના અમુક ભાગ ધુંધળો બનાવવા થાય છે. 
આ ટૂલમા રહેલ સાર્પેન ટૂલથી ફોટામા ચમક લાવવામા ઉઅપયોગ થાય છે. 
આ ટૂલમા રહેલ સ્મુધ ટૂલથી ફોટાનો સિલેક્ટેડ ભાગ લાંબો કે ટુંકો કરવા માટે ઉપયોગી છે. 

(14) Dodge Tool:આ ટૂલનો  ઉપયોગ ફોટામા ચમક લાવવા માટે થાય છે. 
આ ટૂલમા રહેલ બર્ન ટૂલનો ઉપયોગ ફોટાના અમુક ભાગ સળગેલ હોય તેવુ બતાવવા માટે છે.
સ્પોંઝ ટૂલના ઉપયોગથી ફોટા પરની ભીનાશ દાઘ વગેરે દુર કરવા અને ચમક લાવવા થાય છે. 

(15) Path Selection Tool: આ ટૂલની મદદથી પેન ટૂલ વડે સિલેક્ટ કરેલ કે દોરેલ  ફોટાને યોગ્ય આકર આપવા રેખા વાંકી ચુંકી ત્રાંશી આડી વગેરે કરવા માટે થાય છે .જે એંકર પોઇંટ ના આધારે થઇ સકે છે.

(16) Text Tool: આ ટૂલની મદદથી આડી ઉભી ત્રાંસી પડછાયા વગેરે ડિઝાઇનમા લખાણ લખી સકાય છે તથા તેને યોગ્ય ઇફેક્ટ આપી સકાય છે. 

(17) Pen Tool:આ ટૂલની મદદથી ફોટાને માઉસથી સિલેક્ટ કરી સકાય છે વિવિધ એંકર પોઇંટ ઉમેરી કે ડીલીટ કરી સકાય છે તથા એંકર પોઇંટ કન્વર્ટ કરી સકાય છે. 

(18) Rectangle Tool: આ ટૂલ તથા તેમા રહેલ બીજા વધારના ટૂલની મદદથી ચોરસ લંબચોરસ ખૂણા વગરના ચોરસ ,વર્તુળ ,પંચ કોણ લાઇન તથા આપણી ઇચ્છા મુજબના કસ્ટમ આકારો દોરી સકાય છે. 

(19) notes Tool: આ ટૂલ તથા તેમા રહેલ બીજા ટૂલની મદદથી ફોટામા  ટેક્ષ્ટ મેસેજ તથા ઓડિયો મેસેજ મુકી સકાય છે 

(20) Eyedropper Tool: આ ટૂલ તથા તેમા રહેલ ટૂલની મદદથી ફોટા માથી કલર લઇ સકાય છે કલર લેવા માટે ફોટામાથી જ્યાથી   કલર લેવાનો છે તેના પર ક્લિક કરતા તે કલર આવી જસે  

(21) Hand Tool:આ ટૂલની મદદથી ખુબ મોટા ફોટાને ઉપર નીચે તથા ડાબી જમણી બાજુ ફેરવી સકાય છે 

(22) Zoom Tool:  આ ટૂલની મદદથી ફોટાને ઝૂમ કરીને જોઇ સકાય છે. 

આપને ઉપરોક્ત ટૂલ બારની સમજ આવી ગઇ હસે આમ છતા વારં વાર તથા થોડીક પ્રેકટીશ કરવાથી તેમા વધુ સરળતાથી સમજ પડસે જેથી આપ સમજી વિચારી પ્રેકટીશ કરશો તો ચોક્ક્સ ખ્યાલ આવી જસે આ ટૂલનો ઉપયોગ કરો ત્યારે ખાસ આપના કી બોર્ડની Caps Lock કી બંધ રાખવી જેથી કોઇ એરર ના ઉદભવે 


હવે પછીની પોસ્ટમા Layer મેનુની સમજ મેળવિસુ 
આભાર