4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Dec 5, 2017

aadhar link to sbi with sms

નમસ્કાર 
       વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા દેના બેંકમા આધાર કાર્ડ કેવી રીતે ઓનલાઇન લિંક કરાવી શકાય તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે SBI મા SMS ની મદદથી કેવી રીતે આધાર કાર્ડ લિંક કરાવી શકાય તેની માહિતી જોઇએ 
આપ રૂબરૂ બેંકમા જઇને કે ATM મશીનની મદદથી અને SMS ની મદદથી આધાર લિંક કરાવી શકો છો 

SMS થી આધાર લિંક કરવવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.

આ માટે સૌ પ્રથમ તમારા રજિસ્ટર નંબર કે જે આપના બેંક એકાઉંટ સાથે લિંક છે તે નંબર પરથી એક મેસેજ કરવાન રહેસે મેસેજ માટે સાઉ પ્રથમ UID ત્યારબાદ જ્ગ્યા મુકી આધાર નંબર લખવો ત્યાર બાદ જ્ગ્યા મુકી એકાઉંટ નંબર લખો અને તેને 567676 નંબર પર સેન્ડ કરી દો જેથી તમારા મોબાઇલ પર એક કોંફોર્મેશન મેસેજ આવસે અને આપનુ આધાર કાર્ડ બેંક એકાઉંટ સાથે લિંક થઇ જશે 
મેસેજ નુ ફોર્મેટ નીચે મુજબ છે 
UID AADHAR NO ACCOUNT NO 

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

આભાર

Nov 26, 2017

social scince test pepar

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 ના બીજા સત્રના એકમની એકમ કશોટી ના પેપર જોઇએ 
આહિ ધોરણ 6 ,7 અને 8 ના બીજા સત્રના પ્રથમ એકમના એકમ પેપર મુકેલ છે જેમા એકમ કશોટી સાથે રચનાત્મક મુલ્યાંકન પત્રક A માટેના હેતુ પણ સામેલ છે જેથી આપ આ ટેસ્ટના આધારે પત્રકમા હેતુમા ટીક માર્ક ચોકડી કે પ્રસ્નાર્થ કરવામા ઉપયોગી થસે ટેસ્ટ પેપર PDF ફોર્મેટમા મુકેલ છે.


ધોરણ 6 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 8 માટે અહિ ક્લિક કરો 


આભાર

Nov 14, 2017

aadhar link to dena benk acc online

નમસ્કાર 
      વાચક મિત્રો 
હાલમા દરેક બેંક્મા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવવુ અનિવાર્ય છે ઘણી વાર ટ્રાફિક હોવાથી કે કોઇ અન્ય કારણસર બેંકમા આધાર કાર્ડ લિંક કરવવા જવામા કામ સફળ થતુ નથી અને બીજી વાર જવુ પડે છે.

પરંતુ હવે આધાર કાર્ડ લિંક ઓનલાઇન પણ કરાવી શકાય છે 

દેના બેંકમા ઓનલાઇન આધાર કાર્ડ લિંક કરાવવાના સ્ટેપ નીચે મુજબ છે.

(1) સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી દેના બેંકની ઓફિસિયલ વેબસાઇટ ખોલો 
      આધારકાર્ડ લિંક કરાવવા માટેની લિંક માટે અહિ ક્લિક કરો

(2) ઉપરની લિંક પર ક્લિક કરતા જે માહિતી ખુલે તેમા જે ખાતા નમ્બર સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનુ છે તે ખાતા નંબર લખો ત્યારબાદ બેંકમા રજિસ્ટર કરાવેલ મોબાઇલ નંબર લખવો ત્યારબાદ આધારા કાર્ડ નંબર અને ત્યારબાદ આધાર કાર્ડ મુજબ નામ લખો અને સામે દેખાતા સેક્યુરીટી કેપ્ચા લખો અને Procced બટન પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

(3) હવે એક પોપ મેનુ ખુલ્સે જેમા ખાતા નંબર મોબાઇલ નંબર નામ વગેરે માહિતી હસે હવે તમારા  મોબાઇલમા એક OTP આવસે જેને દેખાતી માહિતીમા OTP ના ખાનામા લખો અને ત્યારબાદ Validate OTP પર ક્લિક કરો જેથી OTP વેરીફાઇ થસે અને સ્ક્રીન પર આધારલિંક રિકવેસ્ટનો મેસેજ દેખાસે અને થોડા સમય મા આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક થઇ જસે  વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


Nov 9, 2017

std 6to8 autofil time table

નમસ્કાર
    વાચક મિત્રો 
અહિ ધોરણ 6થી8 માટેનુ ઓટોફિલ સમય પત્રક મુકેલ છે જેમા તમારે બધા તાસની ગોઠવણી પર ક્લિક કરી જનરલ સમય પત્રક ગોઠવો આ માટે દ્રોપ દાઉન મેનુ માથી વિષય સિલેક્ટ કરો અને ફ્રંટ પેઝમા વિષય અને વિષય શિક્ષકના પુરાનામ ગુજરાતીમા તથા ટુંકમા નામ અંગ્રેજીમા લખવા 

આના આધારે ધોરણ વાઇઝ સમય પત્રક તૈયાર થસે ધોરણ વાઇઝ સમય પત્રક તૈયાર થસે જેની આપ પ્રીંટ પણ કાઢી સકસો

સમય પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

ફાઇલનુ ફ્ર્ન્ટ પેઝ

આભાર 

Nov 1, 2017

Skip blanks Excel Trips

નમસ્કાર 
   વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા Excel મા Custom List કેવી રીતે બનાવી શકાય તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે Excel ના Skip Blanks ની માહિતી જોઇએ  

Excel ના Skip Blanks ની મદદથી જે કોલમ ખાલી છે તેને પેસ્ટ નહિ કરી સકાય માત્ર ભરેલા અને માહિતી વાળાજ કોલમ પેસ્ટ થસે 

આ માટે સૌ પ્રથમ આપને જે કોલમ કે ટેબલ પેસ્ટ કરવુ છે તે સિલેક્ટ કરો અને કોપી કરીલો 

હવે જ્યા પેસ્ટ કરવાનુ છે તે સેલ કે કોલમમા માઉસથી Right ક્લિક કરો તેમા Paste Speciayle પર ક્લિક કરો હવે ખુલેલા ડાયલોગ બોક્ષમા જે ઓપ્સન દેખાય છે તેમાથી Skip Blanks પર ક્લિક કરી OK પર ક્લિક કરો જેથી માહિતી ભરેલા કોલમ પેસ્ટ થસે અને ખાલી કોલમ પેસ્ટ નહિ થાય 


જો આપને શીટના જે કોરા કોલમ દેખાય છે તેને પણ ના પેસ્ટ કરવા હોય તો આપને જેટલા કોલમ પેસ્ટ કરવા છે તે ctrl કી દબાવી રાખી એક પછી એક સિલેક્ટ કરતા જાવ અને સિલેક્ટ થયા બાદ કોપી કરી જ્યા પેસ્ટ કરવા છે ત્યા માત્ર પેસ્ટ કરીદો  અહિ આપે મેન્યુઅલી સિલેક્ટ કરેલ હોવાથી અહિ પેસ્ટ સ્પેસીયલ નો ઉપયોગ ન કરવો 

વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર ન. 1,2,3 
આભાર

Oct 30, 2017

ATM's paisha na nikale to su ?

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપમાથી ઘણા બધા ATM નો ઉપયોગ કરતા હસો ATM પૈશા ઉપાડવા માટેનુ સરળ સાધન છે જેમા 24 કલાક ગમે ત્યારે પૈશા ઉપાડી સકાય છે પરંતુ ઘણીવાર એવુ બને કે ATM માથી પૈશા ના નિકળે અને આપણા એકાઉન્ટ માથી બેલેંચ કપાઇ જાય તો સુ કરવુ ? આપણે ભગવાને એવી પ્રાર્થના કરીએ કે આવુ કોઇની સાથે ન જ બને પણ કદાસ આવુ બને તો સાવચેતી માટે સુ કરી સકાય તેની માહિતી જોઇએ 

જો આવી કોઇ ઘટાના ઘટી હોય તો સૌ પ્રથમ આપ નુ જે બેંક મા એકાઉન્ટ છે તેની નજિકની બ્રાંચમા જઇ અને કમ્પલેઇન નોંધાવો અથવા તો કસ્ટમર હેલ્પ લાઇનમા ફોન કરીને આપની કમ્પલેઇન નોંધાવી લ્યો 
આ માટે 1800 11 4000 અથવા 14404 પર ફોન કરવો 

આ માટે આપ ઓનલાઇન પણ કમ્પલેઇન નોંધાવી સકો છો આ માટે 
http://consumerhelpline.gov.in પર ક્લિક કરી Registration Online hear પર ક્લિક કરી તમારી જરૂરી માહિતી ભરી ફોર્મ ભરીને Sigh Up પર ક્લિક કરો હવે તમે નાખેલ E-mail અથવા User Name અને  passward  નાખી લોગીન થવુ અને ત્યારબાદ ઓનલાઇન કમ્પલેઇન નોધાવવી 
જુઓ નીચેનુ ચિત્ર

Oct 28, 2017

Gred Patrk 100 to 1800

નમસ્કાર 
    વાચક મિત્રો 

હવે ધોરણ 3થી8 કે 10 સુધીની પરીક્ષામા ગુણની જ્ગ્યાએ ગ્રેડ આપવામા આવે છે. તો કેટ્લા ગુણે કયો ગ્રેડ આવે તે માટેનુ ગ્રેડ પત્રક અહિ મુકેલ છે જેમા ગ્રેડ Aથી E સુધીના આપેલ છે તથા ગુણ 100 થી 1800 સુધીના છે એટલે કે 100 ગુણ થી 1800 ગુણ સુધીની ગ્રેડ ની માહિતી આપેલ સે અને કેટલા ગુણ સુધી કયો ગ્રેડ મળે તે આપેલ છે જે નીચેના ફોટાનો અભ્યાસ કરતા ખ્યાલ આવસે 

ગ્રેડ પત્રક PDF અને ફોટો કોપી એમ બન્ને ફોર્મેટમા આપેલ છે.

PDF માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
આભાર

Oct 26, 2017

std 3 to 5 parinam patrak

નમસ્કાર 
    વાચક મિત્રો 
અગાઉની પોસ્ટમા આપણે 6થી8 ના પરીણામ પત્રક ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

ધોરણ 3 થી 5 માટેના સત્ર પ્રથમ અને દ્વિતિય સત્ર માટેના પરીણામ પત્રક જે માત્ર એક જ શીટમા તમામ પત્રકો અને તે પણ ઓટોમેટીક જનરેટ થાય છે 

આ સોફ્ટ્વેરમા તમારે માત્ર શાળાની માહિતી વિધાર્થીની માહિતી સત્રાંત માર્ક અને સ્વ-અધ્ય્યન કાર્યના ગુણ ઉમેરવાના રહેસે તેના આધારે પરીણામ સત્ર વાઇઝ પ્રથમ સત્ર અને દ્વિતિય સત્રનુ પરીણામ અલગ અલગ ઓટોમેટીક જનરેટ થસે 

આપે ઉમેરેલ માહિતીની આધારે માર્ક શીટ જે સત્ર વાઇઝ ગ્રેડ પત્રક સત્ર વાઇઝ , પ્રોફાઇલ , પત્રક F અને  પત્રક G ,L.C. તેમજ જન્મ તારીખનો દાખલો આપ મેળે જનરેટ થસે 

આ સોફ્ટ્વેરમા રચનાત્મક પત્રકમા ચોકડી માટે r પ્રશ્નાર્થ માટે s અને ખરા માટે a નો ઉપયોગ કરી નીશાની કરી સકાસે આ નીશાની કરવા આપના કોમ્પ્યુટરમા કી-બોર્ડ્મા Caps Lock કી બંધ રાખવી જેથી નીશાની બીજી એબીસીડી મા થાય અને ગણતરીમા ભુલ ના થાય 

પ્રજ્ઞા માટે સિધ્ધ થયેલ માઇલ સ્ટોનના ખાનામા ખરાની નીશાની કરવી આ માટે a નો ઉપયોગ કરવો 

આ શીટમા અમુક સેલ જે સુત્ર વાળા છે તેમા સુત્ર કે કોડીંગમા ફેરફાર ન થાય તે માટે પ્રોટેક્ટ કરેલ છે જો આપને સુત્રનુ જ્ઞાન હોય તો આપ શીટને Unprotect કરી 678 પાસવર્ડ નાખી ફેરફાર કરી સકસો બન્ને ત્યા સુધી ફેરફાર ન કરવામા આવે તે ઇચ્છનીય છે 
ફાઇલની સાઇઝ માત્ર 800kb 
ફોન્ટ LMG ARUN અને શ્રુતી

ધોરણ 3થી5 નોન પ્રજ્ઞા માટે 


ધોરણ 3 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 4 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 5 માટે અહિ ક્લિક કરો 


ધોરણ 3થી5 પ્રજ્ઞા માટે


ધોરણ 3 પ્રજ્ઞા માટે અહિ ક્લિક કરો 

ધોરણ 4 પ્રજ્ઞા માટે અહિ ક્લિક કરો 

ધોરણ 5 પ્રજ્ઞા માટે અહિ ક્લિક કરો 

સોફ્ટટ્વેરનુ ફ્રન્ટ પેઝ 
સોફ્ટ્વેર વિષે આપના સુચનો અબિપ્રાય આવકાર્ય છે.
આભાર 

Oct 25, 2017

std 6 to 8 parinam patrak

નમસ્કાર 
    વાચક મિત્રો 
ધોરણ 6 થી 8 માટેના સત્ર પ્રથમ અને દ્વિતિય સત્ર માટેના પરીણામ પત્રક જે માત્ર એક જ શીટમા તમામ પત્રકો અને તે પણ ઓટોમેટીક જનરેટ થાય છે 

આ સોફ્ટ્વેરમા તમારે માત્ર શાળાની માહિતી વિધાર્થીની માહિતી સત્રાંત માર્ક અને સ્વ-અધ્ય્યન કાર્યના ગુણ ઉમેરવાના રહેસે તેના આધારે પરીણામ સત્ર વાઇઝ પ્રથમ સત્ર અને દ્વિતિય સત્રનુ પરીણામ અલગ અલગ ઓટોમેટીક જનરેટ થસે 

આપે ઉમેરેલ માહિતીની આધારે માર્ક શીટ જે સત્ર વાઇઝ ગ્રેડ પત્રક સત્ર વાઇઝ , પ્રોફાઇલ , પત્રક F અને  પત્રક G ,L.C. તેમજ જન્મ તારીખનો દાખલો આપ મેળે જનરેટ થસે 

આ સોફ્ટ્વેરમા રચનાત્મક પત્રકમા ચોકડી માટે r પ્રશ્નાર્થ માટે s અને ખરા માટે a નો ઉપયોગ કરી નીશાની કરી સકાસે આ નીશાની કરવા આપના કોમ્પ્યુટરમા કી-બોર્ડ્મા Caps Lock કી બંધ રાખવી જેથી નીશાની બીજી એબીસીડી મા થાય અને ગણતરીમા ભુલ ના થાય 

આ શીટમા અમુક સેલ જે સુત્ર વાળા છે તેમા સુત્ર કે કોડીંગમા ફેરફાર ન થાય તે માટે પ્રોટેક્ટ કરેલ છે જો આપને સુત્રનુ જ્ઞાન હોય તો આપ શીટને Unprotect કરી 678 પાસવર્ડ નાખી ફેરફાર કરી સકસો બન્ને ત્યા સુધી ફેરફાર ન કરવામા આવે તે ઇચ્છનીય છે 
ફાઇલની સાઇઝ માત્ર 800kb 
ફોન્ટ LMG ARUN અને શ્રુતી 

ધોરણ 6 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 8 માટે અહિ ક્લિક કરો 

સોફ્ટટ્વેરનુ ફ્રન્ટ પેઝ 

સોફ્ટ્વેર વિષે આપના સુચનો અબિપ્રાય આવકાર્ય છે
આભાર 

Oct 8, 2017

JNV selection test 2018

નમસ્કાર 
    વાચક મિત્રો 
 હાલમા એટલે કે વર્ષ 2017 મા જે વિધાર્થી ધોરણ 5 મા અભ્યાસ કરતા હોય અને તેમને જવાહર નવોદય વિધ્યાલય મા એડમીશન માટે પ્રવેશ પરીક્ષા આપવા માંગતા હોય તેમના માટેનો કાર્યકર્મ જાહેર થઇ ગયેલ છે 
આ વખતે જવાહર નવોદયનુ પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવાનુ છે 
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૫/૧૧/૨૦૧૭ છે.
ઓફીસિયલ વેબસાઇટ http://www.nvshq.org/admission_info.php
પરીક્ષાની તારીખ : 10/02/2018
પરીણામની તારીખ: એપ્રીલ-2018 ની આજુ બાજુ 

ફોર્મ ભરવા માટેની આવસ્યક સુચના 

(1) સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી જવાહર નવોદય વિધ્યાલય નુ ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રીંટ કઢાવી લો 
એપલીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

(2) હવે તમે ઉપરની લિંક પરથી  જે PDF ફાઇલ ડાઉનલોડ કરી છે તેમા કુલ 24 પેઝ હસે જેમાથી તમારે માત્ર પેઝ ન.16થી 20 નમ્બરના પેઝની પ્રીંટ કાઢી તે ફોર્મ શાળાના આચાર્ય કે કોઇ જાણકાર વ્યકિત પાસે સમ્પુર્ણ અંગ્રેજીમા ભરાવવાનુ રહેસે જેમા પેઝ ન.16 પરનુ એફીડેવિટ પેઝ્ન. 17 પરનુ રેસીડેંસની માહિતી તથા પેઝ ન. 18 થી 20 પરનુ એપલીકેશન ફોર્મ ભરવાનુ રહેસે

(3) હવે સમ્પુર્ણ ભરેલુ ફોર્મ જેમા શાળાના આચાર્ય વાલી વિધાર્થી તાલુકા વિકાસ અધીકારી વગેરેની જ્યા સહિ સિક્કાની જરૂર હોય તે બાકી ના હોવા જોઇએ આ ફોર્મ આપની નજિકના CSC (કોમન સર્વીચ સેન્ટર) પર જઇ જરૂરી ફી આપી અપલોડ કરવાનુ રહેસે 

આભાર


Sep 24, 2017

Pen Drive & memory kard ne pc ni memory banavo

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા કોમ્પ્યુટર ના કી બોર્ડના શોર્ટ કટ ની માહિતી જોઇ તે પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

આજે આપણે પેન ડ્રાઇવ કે મેમરી કાર્ડ્ને કોમ્પ્યુટર કે લેપટોપની રેમ તરીકે  કેવી રીતે ઉપયોગ કરી સકાય તેની માહિતી જોઇએ 
ઘણી વાર કોમ્પ્યુટર કે લેપટોપમા ઓછી રેમ ના કારણે કોમ્પ્યુટર કે લેપટોપ ની સ્પીડ ધીમી પડી જાય છે અથવા તો અમુક પ્રોગ્રામ ઇંસ્ટોલ થતા નથી આવી સમસ્યા ઉદભવે છે તો તેનો ઉપાય છે તમારૂ મેમરી કાર્ડ કે પેન ડ્રાઇવ 

તમારા મેમરી કાર્ડ કે પેનડ્રાઇવ ને કોમ્પ્યુટર કે લેપટોપની મેમરી બનાવી તેની સ્પીડ વધારી સકાય છે 
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે સાથે ચિત્ર પણ મુકેલ છે.

સ્ટેપ-1. સૌ પ્રથમ તો આપનુ મેમરી કે પેનડ્રાઇવ કોમ્પ્યુટર કે લેપટોપમા USB પોર્ટમા લગાવો અને મેમરી કે પેનડ્રાઇવ બતાવે તેના પર માઉસની Right ક્લિક કરો અને તમારૂ મેમરી કે પેનડ્રાઇવ Format કરો જો તેમા કોઇ અગત્યાના ડોક્યુમેંટ કે કોઇ જરૂરી ફાઇલ હોય તો તે ફોર્મેટ કરતા પહેલા અન્ય ડ્રાઇવ મા લઇ લેવા 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર સ્ટેપ-2. હવે મેમરી કે પેનડ્રાઇવ સમ્પુર્ણ ફોર્મેટ થઇ જાય ત્યારબાદ ફરી મેમરી કે પેનડ્રાઇવ પર Right ક્લિક કરો અને તેમા Propertise પર 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર 


સ્ટેપ-3. હવે જે મેમરી કે પેનડ્રાઇવની પ્રોપર્ટી ખુલી છે તેમા ઉપર જે વિવિધ ઓપસન દેખાય છે તેમાથી Readyboost પર ક્લિક કરો તેના પર ક્લિક કરતા તેમા જે ઓપસન દેખાસે તેમા Use This Device જ્યા લખેલુ છે તેની સામે એક ગોળ શુન્ય હસે તેના પર ક્લિક કરો હવે નીચે Apply પર ક્લિક કરો અને ત્યારબાદ છેલ્લે OK પર ક્લિક કરો જેથી તમારૂ મેમરી કાર્ડ કે પેનડ્રાઇવ રેમ બની જસે અને તે જ્યા સુધી કે જ્યારે જ્યારે કોમ્પ્યુટર કે લેપટોપમા લગાવસો ત્યારે તે કોમ્પ્યુટર મેમરી એટલે કે રેમ તરીકે ઉપયોગી થસે અને કોમ્પ્યુટર કે લેપટોપની સ્પીડ વધી જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો આભાર 

Sep 15, 2017

Search BPL List in any village

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે કોઇ પણ ગામ કે શહેર ની BPL લીસ્ટ કેવી રીતે ઓનલાઇન જોઇ સકાય તેની માહિતી જોઇએ 

આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

હવે ખુલેલી સાઇટમા તમારો જિલ્લો સિલેક્ટ કરો 
હવે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારો તાલુકો સિલેક્ટ કરો 
તાલુકા બાદ તમારૂ ગામ સિલેક્ટ કરો 
જિલ્લો સિલેક્ટ કરતા જિલ્લાના તમામ તાલુકા બતાવસે જેમાથી જે તે તાલુકો સિલેક્ટ કરતા તમામ ગામ બતાવસે તેમાથી તમારૂ ગામ સિલેક્ટ કરવુ 

હવે સ્કોર 0 થી 20 કે 0થી16 અથવા 17થી20 લખો અને ત્યારબાદ છેલ્લે SUBMIT બટન પર ક્લિક કરો જેથી એક અલગ વિંડો ખુલસે જેમા ફેમીલી આઇડી અને નામ હસે નામ ઘરના વડાનુ હસે જે તે નામ સામેના ફેમીલી આઇડી પર ક્લિક કરતા તમામ વિગત જોઇ સકાસે તેમજ તેની પ્રીંટ પણ કરી સકાસે 

BPL લિસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
વધુ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો આભાર 


Sep 10, 2017

fon asli che ke nakali

નમસ્કાર
   વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા કોઇ પણ સોફ્ટ્વેર કેવી રીતે ડાઉનલોડ કરવુ તેના વિષે માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે જે ફોન વાપરીએ છે એ તે ખરેખર અસલી છે કે નકલી તે કેવીરીતે ચેક કરી સકાય તેની માહિતી મેળવિએ 

આ માટે સૌ પ્રથમ તમારા ફોનનો IMEI નંબર લખીલો જો તમને તમારા ફોનનો IMEI નંબર યાદના હોય તો આપના ફોનમા *#06# નંબર ડાયલ કરો એટલે નંબર દેખાસે જેને લખી લો અથવા યાદ રાખી લો 

હવે નીચે આપેલી સાઇટ ખોલો અને તેમા તમારા ફોનનો નંબર લખી પર ક્લિક કરો એટલે તમારો ફોન અસલી છે કે નકલી તેની માહિતી સ્ક્રીન પર જોઇ સકાસે 

ફોન અસલી કે નકલી તે ચેક કરવા અહિ ક્લિક કરો 
 જુઓ નીચેનુ ચિત્ર 

આભાર

Aug 14, 2017

NMMS & NTSE EXAM 2017

નમસ્કાર 
     મિત્રો 
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની અને NTSE ધોરણ - 10 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
બન્ને પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/08/2017 છે.
પરીક્ષા ફી જનરલ માટે ૭૦ SC &St માટે ૫૦ રૂપિયા છે.
NMMS પરીક્ષા ધોરણ -8 મા અભ્યાસ કરતા અને 1,50,000 ની આવક મર્યાદા ધરાવતા કોઇ પણ વિધાર્થી આપી સકે છે આ વિધારથી સરકારી અથવા અર્ધ સરકારી સ્કુલમા અભ્યાસ કરતો હોવો જોઇએ

NTSE પરીક્ષા ધોરણ 10 મા અભ્યાસ કરતા કોઇ પણ વિધાર્થી આપી સકે જેમા કોઇ આવક મર્યાદા નથી તેમજ ગમેતે સરકારી કે ખાનગી સ્કુલના વિધાર્થી પરીક્ષા આપી સકે છે.

NMMS અને  NTSE માટેની વધુ માહિતી માટે તેની ઓફિસિયલ સાઇટ માટે  અહિ ક્લિક કરો 


NMMS ના ઓનલાઇન ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 


NTSE ના ઓનલાઇન ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 

આભાર 

Jul 13, 2017

Download Any softwer for free-getintopc

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા સંદેસ પેપર કેવી રીતે ડાઉનલોડ કરવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે કોઇ પણ સોફ્ટ્વેર ને કેવી રીતે ડાઉનલોડ કરી સકાય તેના વિષે માહિતી જોઇએ 
આ માટે સૌથી સરળ વેબસાઇટ છે get in to pc જેની મદદથી કોઇ પણ સોફ્ટવેર ને સરળતાથી આપણા કોમ્પ્યુટર કે લેપ્ટોપમા ડાઉનલોડ કરી સકાય છે. 

આ માટેના સ્ટેપ નીચે મુજબ છે 

(1) સૌ પ્રથમ નીચે આપેલ લિંકની મદદથી Get Into Pc.com ની વેબસાઇટ ખોલો 
તેના માટે અહિ ક્લિક કરો

(2) હવે ખુલેલા વિન્ડોમા તમારે જે સોફ્ટ્વેર જોઇએ છે તેનુ નામ લખી GO પર ક્લિક કરો 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર (3) હવે નીચે જ્યા Download લખેલુ છે તેના પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 
(4) હવે એક નવી વિંડો ખુલસે જેમા થોડીવાર રાહ જુઓ પ્રોસેસ પુરી થયા બાદ Click Hear to Prosesed લખેલ છે તેના પર ક્લિક કરો અને થોડીવર માટે રાહ જુઓ જુઓ નીચેનુ ચિત્ર (5) હવે ડાઉનલોડ સરૂ થઇ જસે જો ફાઇલ ક્યા સેવ કરવી છે તે પુછવામા આવે તો તમારે જ્યા ફાઇલ સેવ કરવી છે તે લોકેસન સિલેક્ટ કરી SAVE પર ક્લિક કરો આ સ્ટેપ તમારા બ્રાઉજર પર આધાર રાખે છે અમુક બ્રાઉજરમા ફાઇલ ક્યા સેવ કરવી તેનુ પુછવામા આવે છે જ્યારે અમુક બ્રાઉજરમા બાય ડિફોલ્ટ જે ફોલ્ડર સિલેક્ટ કરેલ હસે તેમા ડાઉનલોડ થાસે અને ફાઇલ પણ તેમા સેવ થસે જુઓ નીચેનુ ચિત્ર 


આભાર 

May 7, 2017

Adobe Photoshop Image menuઆપણે આગળની પોસ્ટમા Adobephotoshop મા Edit menu ની સમજ મેળવી તે પોસ્ટ માટે અહિ ક્લિક કરો  આપણે Adobe Photoshop નુ ત્રીજા નમ્બર નુ મેનુ એટલે Image menu ની સમજ મેળવીસુ
Image menu ની મદદથી Adobe Photoshopમા photo મા વિવિધ Editing  એટલે કે સુધારા વધારા કરી શકાય છે . જેમકે લેવલ,સાઇઝ,બ્રાઇટનેશ ,કલર વગેરે


Image menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
Image Menuના કુલ 13 સબમેનુ છે જેની સમજ નીચે મુજબ છે. 


1.Modeઆ મેનુની મદદથી ફોટો કે ચિત્ર ના મોડ મા ફેરફાર કરી શકાય છે જેમકે bitmap,Grayscale,Donote,Index Color,RgbColor ,Cmyk Colorlab color ,8bit chanal,16 bit chanal વગેરે સેટીંગ કરી સકાય છે.આ મેનુનો આપ વારં વાર ઉપયોગ કરી વધુ પ્રેકટીશ કરશો તો સરળતાથી શિખી સકશો. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર  

2.Adjustments: આની મદદથી ફોટાને ઓટો લેવલ ફોટાની બ્રાઇટનેશ અને કોંટ્રાસ તેમજ કર્વ કલર બેલેંસ વગેરે જેવા ફેરફારો કરી સકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


3.Duplicate: આની મદદથી સિલેક્ટ કરેલ ફોટાનો દુપ્લીકેટ ફોટો બનાવી સકાય છે
4.Apply Image: આ મેનુની મદદથી ફોટાનુ બ્રેક ગ્રાઉંડ કલર ચેનલ તેમજ લેયર સેટ કરી સકાય છે. તથા બે ફોટાને ભેગા કરી સકાય છે .

5.Calculations: Image menu ની ફોટાની  સાઇઝ બેક ગ્રાઉંડ કલર તેમજ તેની કેપીસીટી વગેરે જાણી સકાય છે. 

6.Image Size: આ મેનુની મદદથી ફોટાની સાઇઝ જેમા લંબાઇ તથા પહોળાઇ પીક્ષલમા અને ઇંચમા સેટ કરી સકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર     

7.Canvas Size:  આ ઓપ્સનની મદદથી ફોટાની સાઇઝ pixal, cm, perchantege, mm    ,inch, point, વગેરે ફોર્મેટમા સેટ કરી સકાય છે. તથા ફોટા ફરતે બોર્ડર તથા વધુ મોટો ફોટો હોય તો વચ્ચેની બાજુથી બધી બાજુ સિલેક્ટ કરેલ સાઇજ જેટલો નાનો કરી સકાય છે. 
8.Rotate Canvas:  આ મેનુની મદદથી ફોટાને આડો ઉભો તેમજ 1800 તથા 900cw 900ccw તથા Airbitary  મોડમા ફેરવી સકાય છે.
9.Crop:  મેનુની મદદથી સિલેક્ટેડ ફોટાને ક્રોપ કરી સકાય છે આ માટે સૌ પ્રથમ જે ફોટાનો જેટલો ભાગ ક્રોપ કરવો છે તેટલો ભાગ ક્રોપ ટૂલ વડે સિલેક્ટ કરીને પછી આ મેનુની મદદથી તે સિલેક્ટેડ ભાગ જેટલો ફોટો ક્રોપ કરી સકાસે.

10.Trim:  આ મેનુની મદદથી ફોટામા ઉપર નીચે ડાબી જમણી વગેરે બાજુ સિલેક્ટેડ કલર તેમજ Trim Away સેટ કરી સકાય છે.

11.Reveal All:આ મેનુ ની મદદથી Reveal All જોઇ સકાય છે કે સેટ કરી સકાય છે આ મેનુનો ઉપયોગ ભુલથી કોઇ લેયર ફોટાની બહાર જતી રહી હોય અને દેખાતી ના હોય ત્યારે આ મેનુની મદદથી બધી લેયર જોઇ સકાય છે તથા મુવ ટૂલની મદદથી વ્યવસ્થિત ગોઠવી સકાય છે. 

12.Histogram:આ મેનુની મદદથી ફોટાનો હિસ્ટોગ્રામ જોઇ સકાય છે જેમા પીક્ષલ કેસ લેવલ પર્સનટેઝ કાઉંટ વગેરે માહિતી જોઇ સકાય છે.

13.Trap:આ મેનુની મદદથી ટ્રેપ ચેંઝ કરી સકાય છે કે તેની માહિતી જોઇ સકાય છે આ મેનુ પણ જ્યારે ઘાટા અક્ષરમા હોય ત્યારેજ કાર્ય કરે છે.
આભાર

May 3, 2017

Vikalp kemp & vadh ghat kemp 2017

નમસ્કાર
    વાચક મિત્રો
વિકલ્પ કેમ્પ અને વધ ઘટ કેમ્પ નવેસરથી યોજવાબાબત  પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીનો તારીખ ૦૨/૦૫/૨૦૧૭ નો પરી પત્ર


Apr 10, 2017

i-khedut vividh yojana

નમસ્કાર 
    વાચક મિત્રો 
હાલમા I-ખેડુત વેબ પોર્ટલમા વિવિધ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ છે જેમકે 
ટ્રેક્ટર માટે સહાય  ટ્રેકટરના વિવિધ  ઓજારો માટે સહાય તેમજ જમીન અને જળ સરંક્ષણ માટેની યોજનાઓ પસુપાલન ,બાગાયતી અને મત્સ્ય ઉધોગ માટેની યોજનાઓ વગેરે જેમા આપને જે વિભાગની યોજના વિશે માહિતી જોઇતી હોય તેના પર ક્લિક કરવુ અને ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરી સકાસે 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦/૦૪/૨૦૧૭ છે 
ટ્રેક્ટર અને તેના વિવિધ ઓજારો માટે ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવુ 

I- ખેડુત પોર્ટલમા અરજી કરવા અહિ ક્લિક કરો 
જુઓ નીચેનુ ચિત્ર 

Apr 9, 2017

viklap patra no namuno pdf

નમસ્કાર
     વાચક મિત્રો
અહિ ગુજરાત સરકારના પરીપત્ર મુજબ યોગ્ય લાયકાત ધરાવતા હોય અને ધોરણ 1થી5 માથી 6થી8 મા જવા માંગતા શિક્ષકો માટે ફોટો કોપી અને PDF સ્વરૂપે વિકલ્પ પત્રનો નમુનો મુકેલ છે જેને પ્રીંટ કરી લાગુ પડતી વિગતો ભરી જરૂરી પુરાવા સાથે આપ વિકલ્પ ફોર્મ ભરી સકછો

PDF માટે અહિ ક્લિક કરો
ફોટો કોપી

Apr 2, 2017

Adobe Photoshop Edite menu

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપમા ફાઇલ મેનુની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

 આજે આપણે Adobe Photoshop નુ બિજા નમ્બર નુ મેનુ એટલે Edit menu ની સમજ મેળવીસુ
Edit menu ની મદદથી Adobe Photoshopમા Editing  એટલે કે સુધારા વધારા કરી શકાય છે .


Edit menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
Edit Menuના કુલ 23 સબમેનુ છે જેની સમજ નીચે મુજબ છે.

1.Undoજેની મદદથી છેલ્લે કરેલ અસર નાબુદ કરી શકાય છે લખતા લખતા કોઇ ભુલ થઇ હોય કે ફોટો એડીટ કરતા કોઇ ભુલ થઇ હોય તો છેલ્લેથી એક પછી એક Undo થી નાબુદ કરી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+Z છે

Mar 29, 2017

navi nimnuk bond pariptra

નમસ્કાર 
   વાચક  મિત્રો 
હવે પછી ચાલુ નોકરી વાળા વિધ્યાસહાયક શિક્ષણસહાયક અને મુખ્યશિક્ષકને ત્રણ વર્ષ પહેલા બીજી નોકરી મા રાજીનામુ આપીને જવા માટે રૂ.300000 નો બોંડ આપવો પડ્સે જુઓ તારીખ ૨૨/૦૩/૨૦૧૭ નો પરીપત્ર Mar 22, 2017

Nps App For NSDL

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા CPF ની કપાત ઓનલાઇન કેવી રીતે જોઇ સકાય તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે NPS માટે NSDL એન્દ્રોઇડ એપલીકેસન વિષે જોઇએ આ એપની મદદથી આપણી કુલ કપાત કેટલી થઇ છે તે જોઇ સકાય છે આ એપ મા તમારો પ્રાણ નંબર અને પાસવર્ડથી લોગીન થવાનુ રહેસે લોગીન થયા બાદ આપ તમારી કપાત કુલ કેટલી થઇ છે તે જોઇ સકસો 

એપ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

Mar 18, 2017

vidhyasahak ni sarviche salang ganava babat pariptr 17/03/2017

નમસ્કાર 
   વાચક મિત્રો 
વિધ્યાસહાયક તરીકે નિમણુંક પામેલ કર્મચારીની નોકરી સળંગ ગણવા બાબત્ અને પગાર તફાવતની માહિતી બાબત તારીખ ૧૭/૦૩/૨૦૧૭ નો પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીનોપરીપત્ર 
ડેસ્ક્ટોપ કોમ્પ્યુટર માટે અહિ ક્લિક કરો 


ડેસ્ક્ટોપ કોમ્પ્યુટર માટે અહિ ક્લિક કરો Mar 12, 2017

Resan kard malva patr jaththo

નમસ્કાર
    વાચક મિત્રો
અગાઉની પોસ્ટમા આપણે નામ અને રેસનકાર્ડ નંબર કેવી રીતે મેળવવો તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે આપણા રેશન કાર્ડમા મળવા પાત્ર જથ્થો તેમજ મોબાઇલ રજિસ્ટર કરાવવાની માહિતી જોઇએ
આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક ખોલો અને તેમા મોબાઇલ નંબર લખી આગળ વધો પર ક્લિક કરો
ત્યારબાદ મોબાઇલ પર એક ઓટીપી આવસે જે નાખો અને ત્યારબાદ submit પર ક્લિક કરો ત્યારબાદ જિલ્લો તાલુકો અને ગામ સાથે દુકાનદારનુ નામ સિલેક્ટ કરો અને સબમીટ પર ક્લિક કરો જેથી તમારો નંબર રજિસ્ટર થઇ જસે અને જથ્થાના મેસેજ મળવાના ચાલુ  જઇ જસે
એજ રીતે તમે તમારી ફરિયાદ પણ નોન્ધાવી સકસો અને તમારા રેસન કાર્ડ નમ્નર પરથી તમને મળવા પાત્ર જથ્થાની માહિતી પણ જોઇ સકસો આ માટે રેસનકાર્ડ નંબર નાખી જુઓ પર ક્લિક કરવુ

 રેશનકાર્ડ સંબધી ફરિયાદ નોંધાવવા અહિ ક્લિક કરો 

રેશનકાર્ડના જથ્થાના મેસેજ માટે મોબાઇલ રજિસ્ટર કરાવવા અહિ ક્લિક કરો 

રેશનકાર્ડમા આપને મળવાપાત્ર જથ્થાની માહિતી માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

આભાર

Mar 5, 2017

SCE PATAK A TO F

નમસ્કાર 
    વાચક મિત્રો 
પ્રસ્તુત પોસ્ટમા આપણે ધોરણ 1થી8 માટે મુલ્યાંકન માટેના SCE પત્રકો A થી F વિષેની માહિતી જોઇએ
નીચે જે તે ફાઇલ કે પત્રકની ડાઉનલોડ લિંક મુકેલી છે જેના પર ક્લિક કરી આપ કોઇ પણ પત્રક કે મોડ્યુલ ડાઉનલોડ કરી સકાસે 

SCE મોડ્યુલ 

Patrak -A

Patrak-B

Patrak- C

Patarak-D1

Patarak-D2

Patarak-D3

Patarak-D4

Patarak- E

Patarak-F


praman ptra sce talim

નમસ્કાર
    વાચક મિત્રો
હાલમા ડાયેટ દ્વારા દરેક શાળામાથી એક એક શિક્ષકને SCE પત્રકો માટે તાલીમ આપવામા આવેલ જેમા તાલીમ મેળવનાર શિક્ષકે પોતાની શાળામા જઇ બાકીના શિક્ષકોને આ તાલીમ આપવાની છે અને સાથે સાથે તાલીમ આપ્યાની સાબિતી રૂપે પ્રમાણ પત્ર લેવાનુ હોય છે આ પ્રમાણપત્રનો નમુનો PDF અને JPG સ્વરૂપે નીચે આપેલ છે

PDF માટે અહિ ક્લિક કરો 
આભાર

Feb 24, 2017

e-books ms office 2003/07

નમસ્કાર
    વાચક મિત્રો
આપણે અગાઉને પોસ્ટમા www.mnmeniya.in દ્વારા લખાયેલ પુસ્તક વર્ડ પેડ અને બ્લોગીંગ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે એવા જ ખુબ જ ઉપયોગી એવા બે પુસ્તકો Ms Office 2003 અને ms office 2007 ની માહિતી જોઇએ આ બન્ને પુસ્તક પીડીએફ ફોર્મેટમા છે જેમા તમામ મેનુ ની સમજ આપેલી છે અને જરૂર જણાઇ જ્યા ચિત્ર પણ મુકેલ છે જેથી સરળતાથી ખ્યાલ આવે તેમજ તમામ માહિતી સરળ અને સાદી ભાષામા તેમજ ગુજરાતી ભાષામા આપવાનો પ્રયત્ન કરેલ છે જે આપને ખુબ ગમસે

MS Office 2003 માટે અહિ ક્લિક કરો

MS Office 2007 માટે અહિ ક્લિક કરો

આભાર

Feb 21, 2017

Adobe Photo shop file menuનમસ્કાર 
     વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપ કી બોર્ડ શોર્ટ કટ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

         આજે આપણે PHOTO Shop ચાલુ કેવી રીતે કરવુ તેમજ તેના  વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ
ફોટો શોપ ચાલુ કરવા માટે ડેસ્કટોપ પર જ્યા ફોટોશોપનુ આઇકોન છે તેના પર ડબલ ક્લિક કરો અથવા રાઇટ ક્લિક કરી ઓપન પર ક્લિક કરો
અથવા સ્ટાર્ટ બટન પર ક્લિક કરો તેમા All Prograe તેમા Adobe photoshop પર ક્લિક કરો
Adobe Photoshop મા કુલ 9 menu છે 
1.file
2.Edit
3.Image
4.Layer
5.Select
6.Filter
7.View
8.Window
9.Help

1.File Menu ની સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Adobe Photoshop  માથી બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર ન.1