4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 8.અંગ્રેજી વ્યાકરણ. Show all posts
Showing posts with label 8.અંગ્રેજી વ્યાકરણ. Show all posts

Jan 21, 2025

English Grammer 9 to 13

  નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે જુની પોસ્ટમા અંગ્રેજી વ્યાકરણ કોષ્ટક 5 થી 8 ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો  

આજે આપણે અંગ્રેજી વ્યાકરણ ભાગ 3 મા અંગ્રેજી  કોષ્ટક 9 થી 13 ની માહિતી જોઇએ આ કોષ્ટક યાદ રાખવાથી સરળતાથી જીરો લેવલથી અંગ્રેજી શિખવામા સરળતા રહે છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ કોષ્ટક સમજીશુ આત્યારે બેજીક લેવલે આપણે જીરો નંબર નુ કોષ્ટક જે અંગ્રેજી બારાક્ષરી શીખવા માટે નુ છે જે સંકેતો યાદ રાખતા આખી બારાક્ષરી આવડી જસે આજ રીતે કોષ્ટક 1 થી 4 બેજીક છે જેને સમજી યાદ રાખવાના રહેસે. જેથી સરળતાથી અંગ્રેજી સીખી સકાસે . ત્યરબાદ કોષ્ટક 9 થી 13 આર્ટીકલ,કાળ અને બેજીક નુ છે.  આ કોષ્ટકમા મોટા ભાગે વર્તમાન ,ભુતકાળ અને ભવિષય કાળ ઉપર વધુ ભાર આપેલ છે 

અગાઉની પોસ્ટ મુવેબલ અને ઇમ્મુવેબલ પ્રોપર્ટી PDF ફાઇલ  માટે અહિ ક્લિક કરો

(     (9) Th નુ કોષ્ટક -3 ( ક્રિયાપદ)

    કર્તા

  ક્રિયાપદ

   This

  Is

   These

  Are

   That

  Is

   Those

  Are

 

(10) આર્ટીકલ A,An અને The

(A)આર્ટીકલ A અને An

નિયમો

(1) વાક્ય જ્યારે એક વચનમા હોય ત્યારે A અથવા An નો ઉપયોગ થાય છે.

(2) વાકયની શરૂઆત જ્યારે અંગ્રેજી સ્વર(A,E.I.O,U) થી થતી હોય અને ઉચ્ચાર પણ સ્વર થતો હોય તથા વાકયની શરૂઆત વ્યજનથી થતી હોય પરંતુ ઉચ્ચાર સ્વર થતો હોય ત્યારે આર્ટીકલ An વપરાયછે. દા.ત.An Apple ,

An M.A.Student

(3) વાક્યની શરૂઆત વ્યંજન થી થતી હોય અને ઉચ્ચાર વ્યંજન થતો હોય ત્યારે આર્ટીકલ A વપરાય છે. દા.ત. A Cow , A pen

(4) વસ્તુ ગણી ન સકાય તેની આગળ A અથવા An આર્ટીકલનો ઉપયોગ થતો નથી

(5) સગા સંબંધી કે કોઇ વ્યકિતના નામ સાથે આર્ટીકલ અથવા An નો ઉપયોગ થતો નથી

 

 

(B) આર્ટીકલ The

નિયમો :

(1) મોટાભાગે વાક્ય જ્યારે બહુ વચનમા હોય ત્યારે આર્ટીકલ The નો ઉપયોગ થાય છે.

(2) સમગ્ર જાતિ કે વર્ગ અથવા કોઇ સમુહ માટે આર્ટીકલ The નો ઉપયોગ થાય છે.

(3) કુદરતી વસ્તુના નામ સાથે આર્ટીકલ The વપરાય છે. દા.ત.The Hill ,The Reaver

(4) ધર્મગ્રંથ કે ધાર્મિક પુસ્તકની સાથે આર્ટીકલ The વપરાય છે. દા.ત. The Ramayan , Tha Gita

(5) કોઇ ચોક્ક્સ કે નિશ્વિત વસ્તુ દર્શાવવા આર્ટીકલ The વપરાય છે. દા.ત. The Earth, The Moon

(6) વર્તમાનપત્રોના નામ સાથે આર્ટીકલ The નો ઉપયોગ કરવામા આવે છે.

(7) સંગીતના સાધનો ,તારીખ તથા વૈજ્ઞાનિક શોધની આગળ આર્ટીકલ The વપરાય છે. દા.ત. The table,The 1st may, the Televition

(8) શરીરના ભાગો,ભોજનના નામ,તહેવાર ,રજાના નામ વગેરેની સાથે આર્ટીકલ The વપરાય છે.

(9) વ્યકિત , ગામ, તાલુકા, જિલ્લા અને દેશના નામ સાથે આર્ટીકલ The નો ઉપયોગ કરવામા આવતો નથી (અપવાદ બાદ કરતા)

(10) કોઇ વિષય, રોગો,ભોજનની સામગ્રી, દિવસો,મહિના ,રમત ગમતના નામ વગેરે સાથે આર્ટીકલ The નો ઉપયોગ નથી થતો.

 

 

(11) ‘S એફોસ્ટ્રોફી એસ

‘S એફોસ્ટ્રોફી એસનો અર્થ નો,ની,નુ,ના થાય છે જે માલિકીના સુચક તરીકે વપરાય છે કોઇ પણ વસ્તુ કોઇ વ્યક્તિની છે તે દર્શાવવા જે તે વ્યક્તિ કે વસ્તુના નામની સાથે ‘S એફોસ્ટ્રોફી એસ વપરાય છે.

દા.ત. This is Hiren’s Home ( આ હિરેનનુ ઘર છે.)

 

(12) વાક્ય રચના ( SVO સુત્ર )

અંગ્રેજીમા કોઇ પણ કાળમા વાક્ય બનાવવા માટે સૌથી સરળ અને ઉપયોગી સુત્ર છે SVO (S=Subject એટેલે કે કર્તા ,V=Verb એટલે કે ક્રિયાપદ, O=Object એટલે કે કર્મ અથવા અન્ય શબ્દો ) આ મુજબ કોઇ પણ કાળનુ વાક્ય હોય પ્રથમ કર્તા આવે ત્યારબાદ કાળને અનુરૂપ ક્રિયાપદ આવે ત્યારબાદ કર્મ અથવા અન્ય શબ્દ લખવામા આવે છે આ રીતે તમે કોઇ પણ વાક્યનુ અંગ્રેજી સરળતાથી કરી સકો છો.

વાક્ય રચના : S + V + O (કર્તા + ક્રિયાપદ + કર્મ/અન્ય શબ્દો )

દા.ત. હુ શિક્ષક છુ  = I Am a Teacher (કર્તા I ક્રિયાપદ Am કર્મ Teacher અન્ય શબ્દો A (આર્ટીકલ)

હુ કાલે અમદાવાદ જઇશ = I shall go amadavad tomorrow

                              S  + V  + O

તમે કાલે ઘરે હતા = You were home yestarday

                              S  + V    + O

(13) કાળની ઓળખ

(A)વર્તમાન કાળ

                      (1) ક્રિયાપદ તરીકે Am,Is,Are હોય  

                      (2) શબ્દના અંતે ing બ્દ લાગેલ હોય

                      (3) વાક્યમા Always,some time,Now , Today  જેવા શબ્દો હોય

(B) ભુતકાળ

(1) ક્રિયાપદ તરીકે Was,Were,Had હોય

(2) શબ્દના અંતે En,Ed લાગેલ હોય

(3) વાક્યમા last,Past,Yesterday  જેવા શબ્દો હોય

(C) ભવિષ્ય કાળ

(1) ક્રિયાપદ તરીકે Shall,Will,have,has હોય

(2) સહાયક ક્રિયાપદ તરીકે shall be,will be લાગેલ હોય

(3) વાક્યમા Next ,Tomorrow  જેવા શબ્દો હોય

 

 

 





Dec 21, 2024

English Gramer 5 to 8

 નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે જુની પોસ્ટમા અંગ્રેજી વ્યાકરણ કોષ્ટક 1 થી 4 ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો  

આજે આપણે અંગ્રેજી વ્યાકરણ ભાગ 2 મા અંગ્રેજી  કોષ્ટક 5 થી 8 ની માહિતી જોઇએ આ કોષ્ટક યાદ રાખવાથી સરળતાથી જીરો લેવલથી અંગ્રેજી શિખવામા સરળતા રહે છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ કોષ્ટક સમજીશુ આત્યારે બેજીક લેવલે આપણે જીરો નંબર નુ કોષ્ટક જે અંગ્રેજી બારાક્ષરી શીખવા માટે નુ છે જે સંકેતો યાદ રાખતા આખી બારાક્ષરી આવડી જસે આજ રીતે કોષ્ટક 1 થી 4 બેજીક છે જેને સમજી યાદ રાખવાના રહેસે. જેથી સરળતાથી અંગ્રેજી સીખી સકાસે . આ કોષ્ટકમા મોટા ભાગે વર્તમાન કાળ ઉપર વધુ ભાર આપેલ છે 

અગાઉની પોસ્ટ શૈક્ષણિક પ્રવાસ આયોજન ફાઇલ માટે અહિ ક્લિક કરો

(1(5) માલિકી દર્શકો

My - માય – મારા, મારી ,મારૂ, મારો

Our - અવર – અમારા,અમારી,અમારૂ,અમારો,આપણા,આપણી,આપણુ, આપણો

Your - યોર – તારા, તારી, તારૂ, તારો, તમારા, તમારી, તમારૂ, તમારો

His - હિઝ – તેના, તેની, તેનુ, તેનો

Her – હર –તેણીના, તેણીની ,તેણીનુ, તેણીનો,

Its - ઇટ્સ - તેના, તેની, તેનુ , તેનો

Their – ધેર –તેઓના, તેઓની, તેઓનુ, તેઓનો

 

(2(6) માલિકી દર્શકનુ કોષ્ટક

    કર્તા

  ક્રિયાપદ

    I

  My

    We

  Our

   You

  Your

    He

  His

    She

  Her

    It

  Its

    They

   Their

 

(3(7) Th નુ કોષ્ટક-1 (કર્તા)

 

This -  ધીસ – આ (એક વચન)

These – ધીઝ – આ (બહુ વચન)

That – ધેટ – પેલા, પેલી, પેલુ, પેલો ( એક વચન )

Those – ધોઝ - પેલા, પેલી, પેલુ, પેલો ( બહુ વચન )

 

(4(8) Th નુ કોષ્ટક -2 (એ.વ./બ.વ.)

 

      કર્તા

   એક વચન

   બહુ વચન

 

  

      This

            These

પેલા,પેલી,પેલુ,પેલો

          That

           Those