4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

May 17, 2019

Format memory kard & Pendrive


    નમસ્કાર 
      વાચક મિત્રો 
   
     આપણે અગાઉની પોસ્ટમા પેન દ્રાઇવ કે મેમરી કાર્ડને અનબૂટેબલ કેવી રીતે બનાવી શકાય તેના  વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

    આજે આપણે ડિફોલ્ટ મેમોરી કાર્ડ કે પેનડ્રાઇવ કે જે ફોર્મેટ ન થતા હોય તેને  કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી ફોર્મેટ કેવી રીતે કરીશકાય તેની માહિતી  જોઇએ 
   
     મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવ કે જે ફોર્મેટ ન થતા હોય તેને સરળતાથી ફોર્મેટ કરી શકાય છે .  
     આ મુજબ ના સ્ટેપથી બૂટેબલ બનાવેલ મેમોરી કાર્ડ કે પેનડ્રાઇવને ફોર્મેટ કરી શકાશે નહિ જેની ખાસ તકેદારી રાખવી અનબૂટેબલ કે વાઇરસ વાળા અથવા ડિફોલ્ટ સંગ્રાહક તરીકે ઉપયોગ કરેલ મેમોરી કે પેનડ્રાઇવને ફોર્મેટ કરી શકાસે .
  
    પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડને ફોર્મેટ કરવાના  સ્ટેપ નીચે મુજબ છે.

   (1) Window + R કી પ્રેસ કરો આથી એક RUN નો ડાયલોગ ખુલ્સે જેમા cmd લખો અને ઓકે પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

    (2)   હવે તમારા કોમ્પ્યુટરમા તમે લગાવેલ પેનડ્રાઇવ કે મેમોરી કાર્ડ ક્યા(કઇ ડ્રાઇવમા)  છે તે યાદ રાખી લો અને જેમાથી પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડ જે ડિસ્કમા છે તે ડિસ્કનો જેમકે A,B,C,D,E,F કે G છે તે યાદ રાખો અને  હવે format G: /fs:fat32 /q  લખી કી બોર્ડ પરથી એન્ટર આપો થોડી વાર પછી ફરીવાર એન્ટર આપો હવે મેમોરી કે પેનડ્રાઇવનુ નામ લખો આપને જે રાખવુ હોય તે અને ત્યારબાદ એન્ટર આપો થોડી વારમા મેમોરી કે પેન ડ્રાઇવ ફોર્મેટ થઇ જસે અને વાઇરસ હસે તો નિકળી જસે અને ડિફોલ્ટ સંગ્રાહક તરીકે કાર્ય કરશે. 

     (3) હવે exit લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

બસ તમારૂ મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવ ફોર્મેટ થઇ જસે  
 વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
No comments:

Post a Comment