4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 6, 2019

DELETE FILE OR FOLDER

     નમસ્કાર 
      વાચક મિત્રો 
   
     આપણે અગાઉની પોસ્ટમા ડીલીટ ન થતા ફાઇલ કે ફોલ્ડરને CMD ની મદદથી  કેવી રીતે ડીલીટ કરી શકાય તેના  વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

    આજે આપણે કોમ્પ્યુટર મા કે લેપટોપ મા રહેલ ફાઇલ કે ફોલડર કે જે CMD ની મદદથી ડિલિટ ન થતા હોય તેને  કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર થોડુ સેટીંગ બદલીને ડીલીટ કેવી રીતે કરીશકાય તેની માહિતી  જોઇએ 
   
     ઘણી વાર કોઇ પણ કારણો સર કે વાઇરસના કારણે ફાઇલ કે ફોલ્ડર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી ડીલીટ કરવા છતા પણ ડીલીટ થતા નથી આવા સમયે થોડુ સેટીંગ બદલીને કોઇ પણ ડીલીટ ન થતા ફાઇલ કે ફોલ્ડર સરળતાથી ડીલીટ કરી શકાય છે. 
  
    ફાઇલ કે ફોલ્ડરને ડીલીટ કરવાના  સ્ટેપ નીચે મુજબ છે.

   (1)  સૌ પ્રથમ તમારા કોમ્પ્યુટરમા કે લેપટોપમા જે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરવા છે તે ફાઇલ કે ફોલ્ડર પર માઉસથી રાઇટ ક્લિક કરી પ્રોપર્ટી પર ક્લિક કરી ખુલેલા ડાયલોગ બોક્ષમા Security પર ક્લિક કરો હવે ત્યારબાદ Edit પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


   (2) હવે ખુલેલા ઓપ્શનમા Allow અને Deny લખેલુ હસે તેમા Allow મા નીચે જે નાના ચોરસ   દેખાય છે તેમાથી પ્રથમ ચોરસ Full Control ની સામે ટીક કરો જેથી બધા ખાના ટીક થઇ જસે જો     બધા ટીક ન થાય તો મેન્યુઅલી બધા ટીક કરો ત્યારબાદ Apply પર ક્લિક્ કરો અને છેલ્લે OK પર     ક્લિક કરો  

     વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

     (3) હવે તમે સિલેક્ટ કરેલ ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરો કોઇ પણ એરર વગર સરળતાથી ડીલીટ થઇ  જસે ખાસ નોંધ ફોલ્ડર ડીલીટ કરતી વખતે ફોલ્ડર ખાલી હોવુ જોઇએ જો ખાલી ન હોય તો ફાઇલ પર  ઉપર મુજબની પ્રોસેસ કરી ફાઇલ ડીલીટ કરો પછી ફોલ્ડર ડીલીટ થઇ જસે 

No comments:

Post a Comment