4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 3, 2019

Sukanya Samrudhi Yojana-2015


નમસ્કાર 
 વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા વ્હાલી દિકરી યોજના વિષે માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનાની માહિતી જોઇએ 

આ યોજનાની શરૂઆત વર્ષ 2015 થી કરવામા આવી છે. 
સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત  પુત્રીના નામનુ એકાઉંટ ખોલી તેમા એક વર્ષમાં 1 હજારથી લઈને 1 લાખ પચાસ હજાર રૂપિયા જમા કરાવી શકો છો. નવા નિયમ મુજબ 250 રૂપિયાથી શરૂઆત કરી શકાય છે.
આ પૈસા એકાઉંટ ખોલવાના 14 વર્ષ સુધી જ જમા કરાવવા પડશે અને આ ખાતુ પુત્રીની ઉમર 21 વર્ષની થતા જ મેચ્યોર થશે.
યોજનાના નિયમો હેઠળ પુત્રી 18 વર્ષની થતા તમે અડધા પૈસા કાઢી શકો છો.
21 વર્ષ પછી એકાઉંટ બંધ થઈ જશે અને પૈસો પાલકને મળી જશે.
જો પુત્રીના 18 થી 21 વર્ષની વચ્ચે લગ્ન થઈ જાય છે તો એકાઉંટ એ સમયે જ બંધ થઈ જશે.
પોસ્ટ ઓફિસ ઉપરાંત અનેક સરકારી અને ખાનગી બેંકમા પણ આ યોજના હેઠળ ખાતુ ખોલી સકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા પર ઈંકમટેક્સ કાયદાની ધારા 80G હેઠળ છૂટ આપવામાં આવશે.
માતા-પિતા કે પાલક પોતાની બે પુત્રીઓ માટે બે એકાઉંટ પણ ખોલી શકે છે.
જો જોડિયા બાળક હોય તો તેનુ પ્રૂફ આપીને જ પાલક ત્રીજુ ખાતુ ખોલી શકશે. પાલક ખાતાને ક્યાય પણ ટ્રાંસફર કરાવી શકશે.
આપ આપની સગવડતા મુજબ મહિને 250  મુજબ જમા કરાવી શકશો ઓછામા ઓછા 250 અને વધુમા વધુ દોઢ લાખ જમા કરાવી શકશો
યોજના હેઠળ કોઈ વ્યક્તિ 1000 રૂપિયા મહિનાથી એકાઉંટ ખોલે છે તો તેને 14 વર્ષ સુધી મતલભ  સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા નાખવા પડશે. વર્તમાન હિસાબથી દર વર્ષે 8.4 ટકા વ્યાજ મળતુ રહેશે તો જ્યારે બાળકી 21 વર્ષની થશે તો તેને અંદાજે 6,00,000 રૂપિયા મળશે. ઉલ્લેખનીય છેકે 14 વર્ષમાં પાલકના એકાઉંટમાં કુલ 1.68 લાખ રૂપિયા જમા કરવા પડે. બાકીના 4,39,128 રૂપિયા વ્યાજના છે.

યોજના માટે જરૂરી દસ્તાવેજ

બાળકીનુ જન્મ પ્રમાણપત્ર
એડ્રેસ પ્રુફ
આઈડી પ્રુફ
વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ માટે અહિ ક્લિક કરો
ઓફિસિયલ જી.આર.માટે અહિ ક્લિક કરો 
એપ્લીકેશન ફોર્મ માટે અહિ ક્લિક કરો 

RCM BUSINESS માટે 

No comments:

Post a Comment