4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Feb 21, 2017

Adobe Photo shop file menuનમસ્કાર 
     વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપ કી બોર્ડ શોર્ટ કટ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

         આજે આપણે PHOTO Shop ચાલુ કેવી રીતે કરવુ તેમજ તેના  વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ
ફોટો શોપ ચાલુ કરવા માટે ડેસ્કટોપ પર જ્યા ફોટોશોપનુ આઇકોન છે તેના પર ડબલ ક્લિક કરો અથવા રાઇટ ક્લિક કરી ઓપન પર ક્લિક કરો
અથવા સ્ટાર્ટ બટન પર ક્લિક કરો તેમા All Prograe તેમા Adobe photoshop પર ક્લિક કરો
Adobe Photoshop મા કુલ 9 menu છે 
1.file
2.Edit
3.Image
4.Layer
5.Select
6.Filter
7.View
8.Window
9.Help

1.File Menu ની સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Adobe Photoshop  માથી બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર ન.1ફાઇલ મેનુના વિવિધ સબમેનુ ની સમજ 
ફાઇલ મેનુના કુલ 16 સબમેનુ છે
1.New: આ મેનુનો ઉપયોગ નવી ફાઇલ બનાવવા માટે કે નવો ફોટો બનાવવા માટે થાય છે તેની સોર્ટ કટ કી Ctrl+N છે આ મા તમારે જે માપ સાઇઝનો ફોટો બનાવવો છે તે માપ સાઇઝ ઇંચમા કે સેમીમા લખવાની હોય છે . વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

2.Open: આ મેનુનો ઉપયોગ Adobe Photoshop મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ કે ફોટા ને ખોલવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+O છે . જુઓ નીચેનુ ચિત્ર 

3.Browse: આ મેનુ નો ઉપયોગથી સાઇડબારમા બ્રાઉઝ ઓપસન ખોલી સકાય છે જેની મદદથી જે જ્ગ્યાએથી ફોટો ઓપન કરવો છે તેનો યોગ્ય પાથ સિલેક્ટ કરી ઓપન કરી સકાય છે. જેની શોર્ટ કટ કી Shift+Ctrl+O છે. જુઓ નીચેનુ ચિત્ર


4.OpenAS: આ મેનુનો ઉપયોગ Adobe Photoshop મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ કે ફોટા ને અલગ અલગ ફોર્મેટ્સમા ખોલવા માટે થાય છે આ માટે ફોટો જે ફોર્મેટમા ખોલવો છે તે ફોર્મેટ સિલેક્ટ કરો અને ત્યારબાદ ઓપન પર ક્લિક કરો જેની સોર્ટ કટ કી Alt+Ctrl+O છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર  

5.Open Recent: આ મેનુનો ઉપયોગ Adobe Photoshop મા અગાઉ Adobe Photoshop મા બનાવેલી કોઇ તૈયાર ફાઇલ કે ફોટા કે છેલ્લે તૈયાર કરેલ ફૉટાને ડાયરેક્ટ ખોલવા માટે થાય છે.

6.Close: આ મેનુ નો ઉપયોગ Adobe Photo shop ની ખુલેલી ફાઇલ્ બન્ધ કરવા માટે થાય છે આ મેનુ થી માત્ર ફાઇલ બન્ધ થાય છે Adobe Photoshop  નહિ .જેની શોર્ટ કટ કી Ctrl+w છે.

7.Save: આ મેનુનો ઉપયોગ ફાઇલ કે ફોટાને સેવ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+S છે.
 
8.Save As: આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ બીજીવાર બિજા નામથી અને બીજા ફોર્મેટમા સેવ કરવા માટે થાય છે. જેની શોર્ટ કટ કી Shift+Ctrl+S છે. જુઓનીચેનુચિત્ર 
  

9.Save As Web Page: આ મેનુનો ઉપયોગ ફાઇલને કે ફોટાને વેબ પેઇઝ તરીકે સેવ કરવા માટે થાય છે . જેની શોર્ટ કટ કી Alt+Shift+Ctrl+S છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

10.Revert: આ ઓપશન દ્વારા બનાવેલી ફાઇલ કે ફોટાને પર આપણે પ્લેસ ઓપસનથી જે ફાઇલ કે ફોટો મુકેલ છે તેને રિવેર્ટ કરી (દુર કરી ) સકાય છે.

11.Place: આ ઓપશન દ્વારા કોઇ પણ બનાવેલી ફાઇલ કે ફોટા પર .ASI.ESP.PDF.PDP ના ફોર્મેટમાથી કોઇ પણ ફાઇલ લખાણ કે ફોટા સ્વરૂપે પ્લેસ કરી સકાય છે આ ફાઇલ કે ફોટાને નાનો મોટો આડો ઉભો કે ત્રાંસો પણ કરી સકાય છે. ફૉટો પ્લેસ કરવા યોગ્ય રીતે ગોઠવી ઉપર ટાસ્કબારમા જ્યા ખરાની નીચાની હસે તેના પર ક્લિક કરવુ આ પ્લેસ દુર કરવા રિવેર્ટ ઓપસનનો ઉપયોગ કરવો.
 
12.Import : આ ઓપશનની મદદથી અન્ય ફોર્મેટની ફાઇલ જેમકે PDF,Word ,Asp  કે સ્કેન કરેલ ડોક્યુમેંટ કે અન્ય ફોર્મેટના ડોક્યુમેંટને ફોટા સ્વરૂપે ઇમ્પોર્ટ કરી સકાય છે. 

13.Export: આ મેનુ દ્વારા ફાઇલ કે બનાવેલ ફોટાને .ai ફોર્મેટમા એક્ષપોર્ટ કરી શકાય છે.

14.Workgroup: આ મેનુ દ્વારા એક વર્ક ગ્રુપ બનાવી સકાય છે બનાવેલ ગ્રુપને ઓપન કરી સકાય છે તેમજ તેને સેવ વેરીફાઇ અને લોગ ઓફ પણ કરી સકાય છે.

15.Automate: આ મેનુ દ્વારા bech બનાવી સકાય છે ડ્રોપ્લેટ બનાવી સકાય છે ફોટો ફીટ તેમજ ફોટાના કંડીસનલ મોડ્મા ફેરફાર કરી સકાય છે ફોટાને PDF to PSD મા ફેરવી સકાય છે તેમજ વેબ ગેલેરી જોઇ સકાય છે.

16.File Info: આ મેનુ દ્વારા ફાઇલ કે બનાવેલ ફોટાની વિવિધ ઇંફોર્મેશન જોઇ શકાય છે.

17.Page Setup: આ મેનુ નો ઉપયોગ પેજ સેટ કરવા માટે થાય છે આ મેનુના ઉપયોગથી પેજ ની સાઇઝ પેજ આડુ કે ઉભુ તેમજ તેમજ પેઝ માર્જિન  સેટ કરી શકાય છે. જેની શોર્ટ કટ કી Shift+Ctrl+P છે. જુઓ નીચેનુ ચિત્ર   

18.Parint with Preview:
આ મેનુની મદદથી ફાઇલનુ પ્રિંટ પ્રિવ્યુ જોઇ શકાય છે અને પ્રીંટ કાઢી સકાય છે. તેમજ પ્રીવ્યુમા સાઇઝ વધ ઘટ કરી સકાય છે બેક ગ્રાઉંડ કલર તેમજ બોર્ડર સેટ કરી સકાય છે. જેની શોર્ટ કટ કી Ctrl+P છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

19.Print આ મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Alt+Ctrl+P છે.

20.Print One Copy: આ મેનુનો ઉપયોગ ફાઇલ કે ફોટાની માત્ર એક કોપી પ્રિંટ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Alt+Shift+Ctrl+P છે.

21.Jump To: આ મેનુનો ઉપયોગ એક ફાઇલ પરથી બીજી ફાઇલ કે એપલીકેશન પર જવા માટે થાય છે.

22.Exit: આ મેનુનો ઉપયોગ Adobe Photoshop માથી બહાર નીકળવા માટે થાય છે જો તમે ફાઇલ સેવ નહિ કરી હોય તો અહિ ફાઇલ સેવ કરવાનુ પુચ્છે.Edit
મેનુની સમજ હવે પછીની પોસ્ટમા મેળવીસુ 
આપના પર્શ્નો કે સુચનો કોમેંટ થ્રુ પુછી શકો છો 
આભાર

No comments:

Post a Comment