4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jan 7, 2016

Notepad Edit Menu

આપણે આગળની પોસ્ટમા Notepad મા Filemenu ની સમજ મેળવી આજે આપણે Notepad નુ બિજા નમ્બર નુ મેનુ એટલે Edit menu ની સમજ મેળવીસુ
Edit menu ની મદદથી Notepadમા Editing  એટલે કે સુધારા વધારા કરી શકાય છે .

Edit menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
1.Undo: જેની મદદથી છેલ્લે કરેલ અસર નાબુદ કરી શકાય છે લખતા લખતા કોઇ ભુલ થઇ હોય તો છેલ્લેથી એક પછી એક Undo થી નાબુદ કરી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+Z છે

2.Cut: Cut menu ની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કટ કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ ખસેડી શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+X છે .

3.Copy આ મેનુની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કોપી કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી કોપી કરી બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+C છે

4.Paste  આ મેનુની મદદથી કટ કરેલ લખાણ કે કોપી કરેલ લખાણ ને પેસ્ટ કરી સકાય છે એટલે કે કટ કે કોપી કરેલ લખાણ બિજી જ્ગ્યાએ લખી કે ખસેડી શકાય છે . જેની સોર્ટ કટ કી Ctrl+V છે.

5.Delete આ મેનુની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કે ટેક્ષ્ટ ડીલીટ કરી શકાય છે એટલે કે લખાણ કે ટેક્ષટ ભુસી શકાય છે . જેની સોર્ટ કટ કી કી બોર્ડ્ની Del અથવા Delete  કી છે .

6.Find આ મેનુની મદદથી લખાણ કે ટેક્ષ્ટ માથી કોઇ શબ્દ વાક્ય કે અમુક લખાણ શોધી શકાય છે આ મેનુ પર ક્લિક કરતા એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા તમારે જે માહિતી શોધવી હોય તે માહિતી લખો ત્યારબાદ Match case પર ક્લિક કરો અને Up કે Down સિલેક્ટ કરી Find Next પર ક્લિક કરો

7.Find Next આ મેનુની મદદથી તમે અગાઉ 6 નમ્બર ના મેનુ Find મા જે શબ્દ કે લખાણ શોધ્યુ હસે તે લખાણ કે શબ્દ ફરીવાર શોધવા માટે થાય છે . જેની સોર્ટ કટ કી F3 છે.

8.Replace  આ મેનુની મદદથી કોઇ પણ શબ્દ કે લખાણ ની જગ્યાએ નવુ લખાણ કે શબ્દ બદલાવી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+H છે આ માટે આ મેનુ પર ક્લિક કરતા એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા Find What સામે તમારે જે શબ્દ કે લખાણ બદલવુ છે તે લખો અને Replace With ની સામે તમારે જે નવુ લખાણ ઉમેરવુ છે તે લખો ત્યારબાદ Find Next ,Replace ,Replace All ,cancel માથી યોગ્ય વિકલ્પ પર ક્લિક કરો
જુઓ નીચેનુ ચિત્ર

8.Go To  આ મેનુની મદદથી તમે લખેલ લખાણ મા જે તે લાઇન પર જઇ શકાય છે પરંતુ તમે લખાણ લખતી વખતે જેટલી વખત એંટર આપેલ હસે તેટલી લાઇન ગણાસે આ માટે આ મેનુ પર ક્લિક કરતાજ એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા Line Number ના ખાનામા તમારે જે લાઇન પર જવુ છે તેનો નમ્બર આંકડામા લખો અને Go To પર ક્લિક કરો
આ મેનુની સોર્ટ કટ કી Ctrl+G છે

9.Select All આ મેનુ પર ક્લિક કરવાથી બધે બધુ લખાણ એક સાથે સિલેક્ટ થાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+A   છે.

10.Time/Date  આ મેનુની મદદથી લખાણમા સમય અને તારીખ ઉમેરી શકાય છે આ મેનુ પર ક્લિક કરતાજ ઓટો મેટીક સમય અને તારીખ જ્યા કર્સર હસે ત્યા ઉમેરાઇ જસે માટે જ્યા સમય અને તારીખ ઉમેરવા છે ત્યા કર્સર રાખી આ મેનુ પર ક્લિક કરો આ મેનુની સોર્ટ કટ કી F5 છે .

અહિ Notepad નુ Edit મેનુ પુરુ થાય છે આશા છે કે Notepad નુ Edit મેનુઆપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે આમછતા કોઇ પ્રશ્ન હોય તો જણાવવા વિનંતી

આભાર 

No comments:

Post a Comment