4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 19, 2016

Ms Office Excel 2007 Formula-Data-Review & View menu

અગાઉની પોસ્ટમા આપણે Ms Office Excel 2007 ના Office Button,Home,Insert અને Page Lay Out  menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે Ms Office Excel 2007 ના Formulas,Data,Review અને View  Menu ની સમજ મેળવીશુ

5.Formulas Menu ની સમજ
Formulas Menu ના નામ પ્રમાણે વિવિધ ફોર્મુલાને લગતા સેટીંગ્સ હોય છે જેમા મુખ્ય ચાર ભાગ છે આ ચાર ભાગ કે મેનુની સમજ નીચે મુજબ છે.

(1)Function Library: ફોર્મુલા મેનુના આ પ્રથમ ભાગની મદદથી ફંકશન ઉમેરી સકાય છે જેવાકે Auto Sum,Resently Used,Financil,Logical,Text,Date &Time,Lookup & Reference,Math& Tring વગેરે.વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

(2)Defined Names: વિભાગની ડિફાઇન નામ જોઇ સકાય છે. ડિફાઇન નામ સેટ કરી સકાય છે તેમા ફોર્મુલા ઉમેરી સકાય છે સિલેક્શનમા નામ સેટ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


(3)Formula Auditing: આ સબમેનુની મદદથી Trace Precedents અને Trace Dependents ઉમેરી સકાય છે તેમજ ટ્રેસ પ્રેસડેંટ્સથી અને ટ્રેસ ડીપેંડેંટ્સથી આવેલ એરોને દુર કરી સકાય છે. અને વિવિધ ફોર્મુલા જોઇ સકાય છે આવેલી ભુલો સેક કરી સકાય છે અને Evaluate Formula ઉમેરી સકાય છે. તેમજ ફુલ વિંડોને જોઇ સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


(4)Calculation Options: ફોર્મુલા મેનુના આ વિભાગની મદદથી કેલ્ક્યુલેશન ને લગતા સેટીંગ કરી સકાય છે તેમજ ઓટોમેટીક કેલ્ક્યુલેશન કરી સકાય છે.

6.Data menu 
Data Menu ના નામ પ્રમાણે Data ને લગતા સેટીંગ હોય છે મુખ્યત્વે પાંચ ભાગ હોય છે. આપાંચ ભાગની ચિત્ર સહિતની સમજુતી નીચે મુજબ છે.

(1)Get External Data: ડેટા મેનુના આ પ્રથમ ભાગની મદદથી વિવિધ એક્ષ્ટર્નલ ડેટા બનાવી સકાય છે જેમકે From Access, From Web, From Text, From Other Sources, Existing Content વગેરે બનાવી શકાય છે. 

(2)Connection: આ વિભાગની મદદથી Connection ને રિફ્રેસ કરી સકાય છે. કનેક્સનની સ્થિત જોઇ સકાય છે તેની પ્રોપર્ટી જાણી સકાય છે તેમજ લિંક ને એડીટ કરી સકાય છે.

(3)Sort & Filter: આ સબમેનુની મદદથી A to Z કે Z to A મુજબ સોર્ટીંગ કરી સકાય છે  તેમજ ફિલ્ટર ,ક્લિઅર અને રીઅપલાય તેમજ વિવિધ એડવાંસ સેટીંગ કરી સકાય છે.

(4)Data Tools: ડેટા મેનુના આ વિભાગની મદદથી લખાણ ફરતે કોલમ ઉમેરી સકાય છે ડુપ્લીકેટ સેલ દુર કરી સકાય છે ડેટાનુ વેલીડેસન કરી સકાય છે તેમજ કોંસોલિડેટ અને એનાલિસીસ કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


(5)Outline: આ સબમેનુની મદદથી વિવિધ આઉટલાઇનના સેટીંગ હોય છે જેની મદદથી ગ્રુપ બનાવી શકાય છે. ગ્રુપને અનગ્રુપ કરી સકાય છે તેમજ સબ ટોટલ કરી સકાય છે.

7.Review Menu ની સમજ
Review Menu Excel 2007નુ આ છઠા નંબરનુ મેનુ છે. જેમા ત્રણ વિભાગ છે. જેની મદદથી વિવિધ રિવ્યુ સેટ કરી શકાય છે ડોક્યુમેંટને પ્રોટેક્ટ કરી શકાય છે વગેરે Review Menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
(1) Proofing: આ સબમેનુની મદદથી Spelling & Grammar છેક કરી શકાય છે. વિવિધ રિચર્સ અને થીસર્ચ તેમજ ટ્રાંસલેટ કરી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

(2) Comments: રિવ્યુ મેનુના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા નવી કોમેન્ટ ઉમેરી શકાય છે ઉમેરેલી કોમેન્ટ દુર કરી શકાય એક પછી એક એમ કોમેન્ટ જોઇ શકાય છે તેમજ બીજી કોમેન્ટ પર જઇ શકાય છે.તેમજ બધી કોમ્મેન્ટ જોઇ સકાય છે. કોમ્મેન્ટને શો કે હાઇડ કરી સકાય છે અને લિંક ને શો કરી સકાય છે.

(3) Changes:આ સબમેનુની મદદથી સીટને પ્રોટેક્ટ કરી સકાય છે. વર્ક બૂકને પ્રોટેક્ટ કરી સકાય છે વર્ક બૂકને સેર કરી સકાય છે વર્ક બૂક કે સીટને પ્રોટેક્ટ કરીને સેર કરી સકાય છે તેમજ તેને કોણ કોણ સુધારી સકસે તે સેટ કરી સકાય છે અને ટ્રેક બદલી સકાય છે. વધુ માહિતી માટેજુઓ નીચેનુ ચિત્ર


7.View Menu ની સમજ
 વ્યુ મેનુ એ એક્ષ્સેલ 2007 નુ છેલ્લુ મેનુ છે જેમા પાંચ વિભાગ છે જેની મદદથી ડોક્યુમેન્ટને વિવિધ વ્યુમા સેટ કરી શકાય છે. આ પાંચ વિભાગ કે સબમેનુ ની સમજ નીચે મુજબ છે.
(1) Workbook Views: આ સબમેનુ ની મદદથી વર્ક બૂકને Normal ,Page Lay Out, Page Breack Priews, Custom Views અને Full Screen વ્યુમા જોઇ શકાય છે કે રાખી શકાય છે.

(2) Show/Hide: વ્યુ મેનુના આ સબમેનુની મદદથી Rular,Gridlines, Message Bar, Formula Bar અને Headings ને ચાલુ કે બન્ધ કરી શકાય છે. ચાલુ કરવા જે તે ઓપ્શન પર ક્લિક કરો એટલે ત્યા સામે ચોરસ ખાનામા ખરાની નીશાની જોવા મળસે અને બન્ધ કરવા ત્યા ક્લિક કરો એટલે ખરાની નીશાની જતી રહેસે અને તે ઓપ્શન મુજબની ક્રીયા બંધ થઇ જસે

(3) Zoom: આ વિભાગની મદદથી વર્ક બૂકને કસ્ટમ સાઇઝથી માંડીને 25%,50%, 75%,100% કે 200% મુજબ ઝુમ કરી સકાય છે. તેમજ બાય ડિફોલ્ટ 100% મુજબ જોઇ સકાય છે અને જેટલા સેલ સિલેક્ટેડ છે તેટલાને પણ ઝુમ કરી જોઇ સકાય છે.  

(4) Window: વ્યુ મેનુના આ વિભાગની મદદથી નવો વિંડો ખોલી શકાય છે. બે કે તેથી વધારે વિંડોને ગોઠવી શકાય છે.બે વિંડોને ભેગા કરી શકાય છે. તેમજ એક પછી એક વિંડો જોઇ શકાય છે. તેનુ સ્ક્રોલિંગ કરી શકાય છે તેમજ બધા વિંડોને રિસેટ કરી શકાય છે અને સિલેક્ટેડ સેલ્સ પછીની રો કે કોલમને માઉસ કે સ્ક્રોલીંગ વખતે શો કે હાઇડ કરી સકાય છે તેમજ વર્કબૂકને વર્ક સ્પેશ તરીકે સેવ કરી સકાય છે અને વધારાના વિંડોને બન્ધ કરી શકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

(5) Macros: આ સબમેનુની મદદથી નવો મેક્રો બનાવી શકાય તેને રિકોર્ડ કરી શકાય તેમજ સુધારા વધારા કરી શકાય છે. તેમજ તેને સંબંધિત રેફેરંસ ઉમેરી સકાય છે.

અહિ Ms Excel 2007 ના બધાજ મેનુની સમજ પુરી થાય છે. જે આપને બરાબર સમજાઇ ગ્યુ હસે

આભાર 


No comments:

Post a Comment